ઇડરમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણઃ ૧૦૦ના ટોળાં સામે ફરિયાદ

546

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ભોઇવાડા વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિર પાસે યુવતીની મશ્કરી કરવા બાબતે બે અલગ અલગ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા.

સારબકાંઠાઃ સાબરકાંઠા જિલ્લાના ઇડરના ભોઇવાડા વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિર પાસે યુવતીની મશ્કરી કરવા બાબતે બે અલગ અલગ સમાજના લોકો આમને સામને આવી ગયા હતા. મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો હતો. જે અંગીની જાણ ઇડર પોલીસ મથકે થતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે બંને પક્ષોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ઇડર પોલીસે હિંમતનગર એલસીબી, એસઓજી તથા અન્ય સ્ટાફને મદદ માટે ઘટના સ્થળે બોલાવવા માટેની ફરજ પડી હતી. દરમિયાનમાં ટોળું વીખેરવા માટે પોલીસને બે ટીયર ગેસના સેલ છોડવા પડ્‌યા હતા. જોકે, મામલો સવારે શાંત પડતાં પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામ સામે ફરિયાદ લઇ ૯ જેટલા આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર ઇડરના પાંચ હાટડિયા વિસ્તારમાં આવેલી લિંબડીયા વાસમાં રહેતી એક યુવતીની મશ્કરી ભોઇવાડામાં રહેતા યુવકે કરી હતી. જે બાબતે ઠપકો આપવા જતાં મામલો બિચક્યો હતો. ત્યારબાદ બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા.

મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષો સામ સામે પથ્થર મારો કર્યો હતો. જેમાં ૬ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને પોલીસને જાણ થતાં ઇડર અને હિંમતનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને સ્થાતિને કાબુમાં લેવા માટે બે ટિયરગેસના સેલ છોડ્‌યા હતા. સ્થિતિ શાંત થતાં પોલીસે બંને પક્ષોના ૧૦૦ જેટલા લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

Previous articleઔડાના મકાન અપાવવાની લાલચ આપી રૂ.૩૨.૪૮ લાખની છેતરપિંડી
Next articleપાળેલું કુતરુ ત્રણ વાર કરડતાં પોલીસ ફરિયાદ કરવા પહોચ્યા