ચેખલા પગી ગામના યુવકની આત્મહત્યાના પ્રકરણમાં પ્રાંતિજ તાલુકાના પઢાયડા ગામના આઠ આરોપીઓને શુક્રવારે ધરપકડ કરીને દેહગામ પોલીસને સોંપ્યા હતા.પાંચ દિવસ પહેલા પઢાયડા ગામની સીમમાં ૧૫ ઇસમોએ બે જણાને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો જેને લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે ૧૫ સામે ફરિયાદ નોધાઇ હતી.
મંગળવારના રોજ રાત્રીના મૃતક યુવક દશરદજી પ્રતાપજી રાઠોડ તથા રાજુજી બાદરજી રાઠોડ બન્ને (રહે. ચેખલા પગી જિ.ગાંધીનગર) મૃતક યુવક દશરથજી પ્રતાપજી રાઠોડ તથા રાજુજી બાદરજી રાઠોડ કે જેવો એ તેવોના ખેતરોમાં પાણીમાં યુરિયા ખાતર ઓગાળી ડોલમાં મુક્યુ હતું અને બાજુના ગામના પઢાયડા કે જે પ્રાંતિજ તાલુકામાં પડે છે તેવો ના બકરાં પાણી પી જતા મરી ગયાં હતાં.
આ અંગે બકરા માલિકો તથા અન્ય લોકો ૧૫ જણા દ્વારા આ ખાતર ડોલમાં મુકીને બકરાના મોત નિપજાવનાર દશરથજી પ્રતાપસિંહ રાઠોડ તથા રાજુજી બાદરજી રાઠોડને માર મારી ઠપકો આપ્યો હતો. તો આ અંગેની જાણ ગામના કેટલાંક લોકોને થતાં ૩ હજારનો દંડ મૃતક અને ફરીયાદી પાસે નક્કી કર્યો હતો અને બધા છુટા પડ્યા હતાં.
કોઇ કારણોસર મૃતક યુવક દશરથજીનો ગળેફાંસો ખાધેલ મૃતદેહ ચેખલા પગી ગામની સીમમાંથી રાત્રીના મૃતક દેહ મળ્યો હતો. પરિવારજનો દ્વારા તેને ઘેર લઇ જઇ અગ્નિસંસ્કાર પણ કરી દીધો હતો. મોડીસાંજે દશરથજી પ્રતાપસિંહ રાઠોડને અને ફરીયાદી રાજુભાઇ બાદલજીને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ અંગે મૃતકને લાગી આવતાં ગળેફાંસો ખાધો તેવી ૧૫ વિરૂધ્ધ રાજુજી બાદરજી રાઠોડે ફરિયાદ નોધાવી હતી.ભીખાજી મેરાજી રાઠોડની અટકાયત કર્યા બાદ શુક્રવારે વધુ ૮ની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી દહેગામ પોલીસને સોંપ્યા હતા