પાકિસ્તાન અનેક મુદ્દાઓ પર વાત કરવા ઈચ્છુકઃ ઇમરાનની ભારત સામે કાકલૂદી

548

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વાર પીએમ મોદીને અપીલ કરી છે કે બંને દેશો વચ્ચેની સમસ્યાઓનું સમાધાન લાવવા માટે વાતચીત શરૂ કરવામાં આવે. ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને જાણ કરી છે કે ભારતે વારંવાર પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હોવા છતાં પાકિસ્તાન અપીલ કરે છે.

વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ઇમરાન ખાને લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે. ખાને લખ્યું છે કે પાકિસ્તાનની ઇચ્છા છે કે વિવાદિક કાશ્મીરના મુદ્દા સહિતના મુદ્દાઓ પર વાતચીત કરવા માટે પાકિસ્તાન તૈયાર છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પત્રમાં લખ્યું છે કે બંને દેશોની વચ્ચે વાતચીત એક માત્ર ઉપાય છે. જો સમસ્યાનું સમાધન આવશે તો લોકો ગરીબીમાંથી બહાર આવી શકેશે અને બંને દેશોનો વિકાસ થશે. ખાને લખ્યું કે પાકિસ્તાન દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.

ગયા ગુરુવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી કિર્ગીસ્તાન જવાના છે અને ત્યાંના પાટનગર બિશ્કેકમાં નિર્ધારિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (જીર્ઝ્રં)માં ભાગ લેશે, પણ એ દરમિયાન પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે મોદીની કોઈ વ્યક્તિગત બેઠક થવાની નથી.

પુલવામા હુમલા બાદ પાકિસ્તાને ભારતને અનેક વાર અપીલ કરી હતી કે બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થાય. લોકસભાની ચૂંટણીનું ૨૩મી મેના રોજ પરિણામ જાહેર થયા બાદ ઇમરાન ખાને વડાપ્રધાન મોદીને અભિનંદન આપ્યા હતા અને ૨૬મી મેના રોજ પણ શાંતિ અને સમૃદ્ધી માટે સાથે કરવાની ઇચ્છા દર્શાવી હતી

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ પૈતાના નવા ભારતીય વિદેશીમંત્રી એસ જયશંકરને શુક્રવારે પત્ર લખી તમામ મહત્વપૂર્ણ મુદ્દે ભારત સાથે વાતચીતની ઇચ્છા દર્શાવવી, જેમાં જણાવ્યું કે શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો માટે પાકિસ્તાન પ્રતિબદ્ધ છે.

Previous articleમોદી નફરતનુ ઝેર અને જુઠ્ઠાણા ફેલાવીને ચૂંટણી જીત્યાઃ  રાહુલ ગાંધી
Next articleચૂંટણીમાં પ્રજા નકારાત્મકતાને જોશ સાથે ફગાવી ચુકી : મોદી