રાજુલાનાં ઇતિહાસને જીવંત રાખતો મોહન ટાવર બન્યો પોસ્ટર ટાવર !

713

સામાન્ય રીેતે કહેવત છે કે બંધ ઘડિયાળ હોય તે અપશુકન કહેવાય અને વિકાસ અટકે છે રાજુલામાં પથ્થરની બનાવટ નો ટાવર વર્ષોથી બંધ ત્યારે આ ટાવર કોણે શરૂ કરાશે. તેવો વૈદિક પ્રશ્ન ન રાજુલામાં ભાવનગર સ્ટેટ વખતથી અને રાજુલાની સ્થાપના બાદ રાજુલામાં વણી કેવા મોહનભાઇએ રાજુલાના પથ્થરનો રાજુલાના કારીગરો મારફત અંદાજે ૪૦ ફુટ ઉંચા ટાવર બને અને તેની ઉપર અંગ્રજોની રોમનવાળી ઘડીયાળ બેસાડવામાં આવી હતી. આ ઘડીયાળથી રાજુલા આખામાં ડંકા ઘડિયાળનાં સંભળાતા હતા. આ ડંકાથી ટ્રેન કેટલા વાગે આવશે શાળાઓ કેટલા વાગે ખુલે તે તમામ લોકો ટાવર ઉપરથી ઘડિયાળથી જ નક્કી કરતા હતા. આજે પણ લોકો મોહન ટાવર તરીકે ઓળખે છે કહેવત છે કે બંધ ઘડીયાળ હોય તે અપશુકન એન વિકાસ અટકતાની નિશાની છે બંધ ઘડિયાળ હોય તે વિકાસ પણ બંધ થઇ જાય છે. જેતી આવી ઘડીયાળો લોકો તુરત જ શરૂ કરાવે છે. પરંતુ રાજુલા શહેરમાં ઉલટું થાય છે. આ ઘડિયાળ વર્ષોથી બંધ આ ઘડીયાળ બંધ હોય તેને કોઇ અપશુકન પણ થતા નથી. અને રાજુલાનો વિકાસ તો હરણફાળ કરી રહ્યો છે. આ ટાવર હાલ બંધ છે તેને તે કોઇ સંસ્થા કોઇ વ્યક્તિએ કે રાજકીય આગેવાનો ઔદ્યોગિક કંપનીઓ આ ટાવરને ઘડિયાળને પુનઃ કાર્યરત કરાવશે ખરા ? આ શહેરનો વિકાસમાં વધુ પીછું ઉમેરાશે. જે ઘડીયાળ શરૂ કરાળે તેમનો પણ ખુબ વિકાસ થશે. તેમ રમેશ પુરોહિતે જણાવ્યું હતું. ટાવર નીચે ભાગમાં પૂજા બાપુ અને દુલાભાયા કાગના બાવલાની મૂર્તિઓ છે તેના બંને સાઇડથી દર્શન થાય છે. હાલ આ ટાવર માત્ર શહેરની જાહેરાત અને પોસ્ટરો લગાડવામાં આવે છે ક્યારે આ ટાવર નગરપાલિક સંચાલિત છે પાલિકાએ આવા પોસ્ટરો લગાડવાની મંજુરી આપવી જોઇએ નહીં. રાજુલાના ટાવરના ડંકા ઓ ફરીથી શરૂ થાય તે માટે કોઇ ભગીરથ કાર્ય કરાવશે ખરૂં ? જે ટાવર શરૂ કરશે તેને અને તેના ઘરનો વિકાસ થશે અને આ ટાવર બનાવનાર બાધનાર સ્વર્ગસ્થ મોહનભાઇના આત્માને પણ શાંતિ મળશે.

Previous articleરાજ્યમાં હિટવેવ : પારો ૪૫થી ઉપર
Next articleએકેગરા અભ્યારણમાં લટાર