ગારીયાધારનાં મોટા ચારોડીયા ગામની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઇરાદે લઇ જઇ છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરતો આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી ભાવનગર જીલ્લા પોલીસ ટીમે ઝડપી લીધો હતો.
તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગરૂપે ખાસ ત્રણ ટીમો બનાવેલ તેમાં ગુજરાત,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ ટીમોને રવાના કરવામાં આવેલ તેમાં મધ્યપ્રદેશ ગયેલ ટીમમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સપેકટર જે.એચ.સિસોદીયા, પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનનાં કોન્સ હિપાભાઇ મકવાણા, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.યશપાલસિંહ હકુભા ગોહિલ તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કોન્સ.શક્તિસિંહ જયવંતસિંહ સરવૈયા, સિહોર પોલીસ સ્ટેશનનાં અશોકસિંહ શક્તિસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં હરપાલસિંહ ગોહિલ તથા વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં જગદીશસિંહ ગોહિલ ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનાં (એચ.ઓ.જી.) બ્રાંન્સના મુકેશભાઇ કંડોલીયા ની ટિમ બનાવી ભાવનગર જીલ્લાનાં ગારીયાધાર પો.સ્ટેનાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના ગુનાનો ફરાર આરોપી કેવલસિંહ ઉર્ફે નવલ કુકાભાઇ નલવાયા ઉ.વર્ષ.૪૫,.ધંધો મજુરી રહે-શિમળા ફળીયા સારસવાટ ગામ.મધ્યપ્રદેશ વાળો સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતો ફરે છે આ આરોપીના રહેવાનાં સરનામે તપાસ કરતાં જાણવાં મળેલ કે તે હાલ ઉપરોક્ત બતાવેલ વિસ્તારમાં રહે છે તે જગ્યાએ પહોંચી આરોપીની સતત વોચ રાખી ઉપરોક્ત સરનામે થી પકડી પાડવામાં ભાવનગર પોલીસ ટીમને સફળતા મળેલ છે.