ગાંધીનગર ખાતે ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ તાલીમ વર્ગ યોજાયો

1087
gandhi30-1-2018-4.jpg

ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી ગાંધીનગર દ્વારા ઇ.ડી.આઇ. કેમ્પસ ખાતે ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ અંગે બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો હતો. સમાજ સુરક્ષા નિયામક પી.બી.ઠાકરે જણાવ્યું હતું કે બાળ સુરક્ષાના કાયદાઓ અને જોગવાઇ તથા ચાઇલ્ડ કેર હોમ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સિસ્ટમની શરૂઆત સૌ પ્રથમ વેસ્ટ બંગાળથી શરૂ થઇ હતી. 
રાજ્યના ગૃહ વિભાગના સંકલનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી દેશના ખોવાયેલ બાળકોનો અદ્યાતન ડેટા ડે ટુ ડે અપડેશન કરી જોઇ શકાય છે. ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ‘ખોયા પાયા’ પોર્ટલથી મળી આવેલ બાળકોના માતા-પિતા શોધવામાં વધુ સરળતા ઉપલબ્ધ થઇ છે. ગુજરાતમાં કુલ ૧૨૫ જેટલા ચાઇલ્ડ કેર હોમ કાર્યરત છે જેમાં અંદાજે ૫૪૦૦ જેટલા બાળકો રહે છે.                  
પોલીસ વિભાગના આઇ.જી. અનિલ પ્રથમે જણાવ્યું હતું કે મળી આવેલ બાળકો માટે દરેક પોલીસ સ્ટેશનમાં આર ફોર્મ ભરવાનું ફરજીયાત પણે રાખવામાં આવ્યું છે. ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ ડેવલપ કરવાથી દેશના તમામ રાજયો સાથે બાળકોના ડેટાની માહિતીનું આદાન-પ્રદાન સહેલાઇથી થઇ શકે છે. આ ઉપરાંત એન્ટી હ્મુમન ટ્રેકીંગ યુનિટની કામગીરી હાથ ધરી છે. સીટીએસ દ્વારા ગુજરાતમાં મળી આવેલ બાળકો અને તેમાં કેટલા સાર-સંભાળવાળા છે તે જાણી શકાય છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન મુંબઇમાંથી ૮ અને રાજસ્થાનમાંથી ૪ મળી કુલ ૧૨ જેટલા ગુજરાતના બાળકો શોધીને લાવવામાં આવ્યા છે. આમ છેલ્લા એક વર્ષમાં કુલ ૨૨ ગુજરાતના બાળકોને અન્ય રાજયોમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે. જયારે ગુજરાતમાંથી વર્ષ- ૨૦૧૬-૧૭ દરમિયાન કુલ ૬૮ જેટલા બાળકોને અન્ય રાજયોના હોવાથી જે તે રાજયમાં મોકલવામાં આવ્યા છે. 
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમનું મીસીંગ અને મોનીટરીંગ સેલ, ઇ.ડી.આઇ, ભાટ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં એન.એલ.સી સહિતના વિશાળ સંખ્યામાં પોલીસ વિભાગ સહિતના તાલીમાર્થીઓ બે દિવસની તાલીમ વર્ગમાં ભાગ લઇ રહ્યાં છે. આ પ્રસંગે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબેન પંડયા, પ્રોગ્રામ મેનેજર નૈનાબેન છાટબાર સહિત રાજય અને રાજય બહારના તજજ્ઞોએ આ તાલીમ વર્ગમાં ભાગ લીધો હતો. 

Previous article આસારામને લવાશે ગાંધીનગર મહિલા સાથે દુષ્કર્મ કેસની થશે સુનાવણી
Next article લાખો વિદેશી પક્ષીઓ ગુજરાતને આંગણે