પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ભારત પાકિસ્તાન બોર્ડર પર લાખો વિદેશી મહેમાન આવ્યા છે નડાબેટ સ્થિત સરહદ પર જુદી જુદી જાતિના અનેક પક્ષીઓએ પોતાનું નવું આશિયાનું બનાવવા અહીં આવ્યા છે.અહીં દર વરસે નાઇઝીરિયા સહિતના દેશોમાંથી શિયાળામાં લાખો વિદેશી પક્ષીઓ નડાબેટ સહિતના પૂર્વ પટ્ટીના રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે જે ઉનાળા સુધી સુકાતું નથી. જેના કારણે છીછરા પાણીમાં વિદેશી પક્ષીઓ વસવાટ કરવા માટે આવે છે.
શિયાળાના ચાર માસ દરમિયાન આ પક્ષીઓ નડાબેટ સરહદે રોકાશે. અહી વધુ ઠંડી ન હોવાથી પક્ષીઓ પ્રજનન કરે છે. જે બાદ તેઓ ગરમીની શરૂઆત થતાંની સાથે જ પરત ઠંડા પ્રદેશમાં જશે.”
આ અંગે જિલ્લા વન અધિકારી ન્દ્રવિજયસિંહ બારડે જણાવ્યું હતું કે નડાબેટ સહિત આસપાસના રણ વિસ્તારમાં ૫ લાખ વિદેશી પક્ષીઓ આવ્યા છે, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત કરી છે, પક્ષી દર્શન માટે સરકારમાં દરખાસ્ત મુકાશે.
વનવિભાગ દ્વારા જુદી જુદી ટિમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા પક્ષીઓના ઝુંડની વિડીયો ગ્રાફી ફોટોગ્રાફી કરવામાં આવી આવી જેમાં અલગ અલગ વિસ્તારમાં કેપ્ચર થયેલા પક્ષીઓના ૨૦થી ૨૫ હજારના ટોળાના અનુમાન આધારે , અને પક્ષીઓને રણ વિસ્તારમાં ચોક્કસ જગ્યા પર સોલાર પમ્પ મશીન મુકવામાં આવ્યા છે જેમાં બે જગ્યા વચ્ચે બેસતા પક્ષીઓના આધારે આ ગણતરી પાર પાડવામાં આવી હોવાનું વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
આ વિસ્તારમાં પક્ષીઓનો અભ્યાસ કરતા વન્ય પ્રેમી દર્શન શાહે જણાવ્યું હતું કે “ફ્લેમીંગ્સ, લેસર ફેલેમિન્ગ અને પેલીકન જેવા પક્ષીઓને આ વિસ્તાર પ્રજનન માટે વધુ માફક આવતું હોવાથી તેવો લાખોની સંખ્યામાં દર વર્ષે અહીં આવે છે.