બિહારમાં ગિરિરાજ સિંહને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી

480

મોદી સરકારમાં કેબિનેટ મંત્રી અને પોતાના નિવેદનના લીધે ચર્ચામાં રહેનાર ગિરિરાજ સિંહને બિહારના મુખ્યમંત્રી બનાવાની માંગણી ઉઠી રહી છે. આ માંગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગિરિરાજના સમર્થકો એ રવિવારના રોજ કરી છે. ગિરિરાજના સેંકડો સમર્થકો એ નારા લગાવ્યા છે આવો જ હોય સીએમ અમારો અને આગળના મુખ્યમંત્રી કેવા હોય, ગિરિરાજ સિંહ જેવા હોય. ગિરિરાજ સિંહના સમર્થનમાં આ નારો ત્યારે લાગ્યો જ્યારે તે લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલી વખત પોતાના સંસદીય વિસ્તાર બેગૂસરાય પહોંચ્યા.

પાર્ટીના એક નેતાએ કહ્યું કે ભાજપ કાર્યકર્તા અને સમર્થક ગિરિરાજ સિંહને બિહારના નેકસ્ટ સીએમ બનતા જોવા માંગે છે. ભાજપ કાર્યકર્તા અને ગિરિરાજના સમર્થકોની આ માંગ હાલના મુખ્યમંત્રી અને જેડીયુ અધ્યક્ષ નીતિશ કુમાર માટે આવતા વર્ષે યોજાનાર રાજ્ય વિધાનસભા ચૂંટણીથી મુશ્કેલીઓ વધવાની છે. ગિરિરાજ સિંહે તાજેતરમાં જ નીતીશ કુમાર લોક જનશક્તિ પાર્ટી પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પર ઇફ્તાર પાર્ટી આયોજીત કરવા માટે નિશાન સાંધ્યું હતું. આપને જણાવી દઇએ કે નીતીશ કુમારની જેડીયુ અને પાસવાનની એલજેપી ભાજપની સહયોગી પાર્ટીઓ છે.

Previous articleશુભવી ચોકશેનું રેટ્રો લુક!
Next articleનાણાંમંત્રી બજેટ પહેલા ૧૧થી ૨૩ જૂન વચ્ચે અર્થશાસ્ત્રીઓ,ઉદ્યોગ સંગઠનો સાથે મુલાકાત કરશે