એપ્રિલ મહિના માટેના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શન ડેટા બુધવારના દિવસે જારી કરાશે. આ ઉપરાંત ભારતના રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બુધવાર અને શુક્રવારના દિવસે ક્રમશઃરીતે જારી કરવામાં આવનાર છે. જેની અસર પણ બજાર પર સીધીરીતે જોવા મળશે. રિટેલ ફુગાવાના આંકડા મે મહિના માટેના બુધવારના દિવસે જારી કરાશે જ્યારે હોલસેલ ફુગાવા માટેના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી બેઠકમાં રિટેલ ફુગાવાની આગાહી વધારીને ૩-૩.૧ ટકા કરી દીધી હતી. નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો આંકડો વધારી દેવામાં આવ્યો હતો. આરબીઆઈના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો જો આગામી ફુગાવાના ડેટા સારા રહેશે અને વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર રજૂ થઇ શકે છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા બુધવારના દિવસે જારી કરાશે. માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૦.૧ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલમાં મંદીના લીધે અસર થઇ હતી.