વજનકાંટાના વેપારી પર અજાણ્યા શખ્સોનું દ્વારા ફાયરિંગ : પાંચ ગોળી વાગતા મોત

520

મહુવા તાલુકાનાં આંગલધારાનાં વજનકાંટાનાં સંચાલક સંજયસિંહ દિલિપસિંહ દેસાઈ પર અજાણ્યા શખ્સોએ ૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન સંજય દેસાઇને ૫ ગોળીઓ વાગી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ મામલે મળતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા આંગલધરામાં સંજયસિંહ દિલિપસિંહ દેસાઈ પરિવાર સાથે રહેતા હતા. તેઓ વજનકાંટાનાં માલિક ઉપરાંત ખેતી પણ કરતા હતાં. ઘટનાની જાણ થતાં લોકો ભેગા થઇ ગયા હતાંમોડી રાત્રે ૨થી ૪ કલાકની વચ્ચે સંજયસિંહ આંગલધરા ખાતે આવેલા વજનકાંટા ખાતે ઓફિસમાં બેઠા હતાં. ત્યારે અજાણ્યો શખ્સ ઓફિસમાં આવીને એકસાથે ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાથી પાંચ ગોળી સંજયસિંહને વાગી ગઇ હતી. ફાયરિંગ કર્યા પછી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ અને એફએસએલની ટીમ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો
Next articleદાહોદ રેલ્વે સ્ટેશન નજીક ૨૦ દિવસનું ત્યજી દેવાયેલુ બાળક મળ્યુ