દાહોદ રેલ્વે સ્ટેશન નજીક ૨૦ દિવસનું ત્યજી દેવાયેલુ બાળક મળ્યુ

719

જન્મબાદ બાળકને ત્યજી દેવાની ઘટનાઓ અવાર નવાર પોલીસ ચોપડે નોંધાતી હોય છે. મોટાભાગના કેસમાં બાળકી કે છોકરીનો જન્મ થતાં તેને ત્યજી દેવાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવો જ એક બનાવ ગોધરા રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે. જોકે, અહીં છોકરી નહીં પરંતુ ૨૦ દિવસના છોકરાને ત્યજી દેવામાં આવ્યો છે.

દાહોદ રેલવે સ્ટેશન નજીક આવેલી ખુલ્લી જગ્યામાં કોઈએ ૨૦ દિવસના છોકરાને ત્યજી દીધી હતો. બાળકને એક કપડાંમાં વીંટીને અંધારામાં ત્યજી દેવામાં આવ્યો હતો.

આ અંગે રાહદારીએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસને જાણ કરી હતી. મળી આવેલો બાળક એકદમ તંદુરસ્ત હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.

બાળકને ત્યજી દેવાયાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે બાળકીનો કબજો લઈને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ૨૦ દિવસના બાળકને શા માટે ત્યજી દેવામાં આવ્યો છે તેની કોઈ વિગત હાલ પ્રાપ્ત થઈ નથી.

Previous articleવજનકાંટાના વેપારી પર અજાણ્યા શખ્સોનું દ્વારા ફાયરિંગ : પાંચ ગોળી વાગતા મોત
Next articleબસ કન્ડક્ટરે મુસાફરને માર મારી બેફામ ગાળો ભાંડીઃ વીડિયો વાયરલ