બસ કન્ડક્ટરે મુસાફરને માર મારી બેફામ ગાળો ભાંડીઃ વીડિયો વાયરલ

610

એસટી વિભાગ થોડા થોડા દિવસે કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. ત્યારે હાલ એસટીબસનાં કન્ડક્ટર મુસાફરને અપશબ્દો બોલીને મારમારી રહ્યાંનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હાલ સુરત એસટી વિભાગે આ કન્ડક્ટર ક્યાનો છે અને કેમ તે આ માર મારી રહ્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે. આ વીડિયો બસમાં બેઠેલા મુસાફરે જ ઉતાર્યો છે.

બસ કન્ડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી થઇ હતી. જે બાદ કન્ડક્ટરે આધેડ વયનાં મુસાફરને માર માર્યો હતો. તેની સાથે અભદ્ર શબ્દો પણ બોલ્યો હતો.

મુસાફરી કરી રહેલી મહિલાઓ પણ કન્ડક્ટરને સમજાવી રહી હતી. આસપાસનાં મુસાફરો પણ અભદ્ર શબ્દો ન બોલવા અને મુસાફરોને ન મારવા કન્ડક્ટરને સમજાવી રહ્યાં હતાં. પરંતુ તે માની જ રહ્યો ન હતો.

એસટી વિભાગે આ વીડિયોમાં દેખાતા કન્ડક્ટર પર કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યાં છે.

Previous articleદાહોદ રેલ્વે સ્ટેશન નજીક ૨૦ દિવસનું ત્યજી દેવાયેલુ બાળક મળ્યુ
Next articleઆજકાલ કેટલાક લોકો જયશ્રી રામ બોલવાથી ભુરાયા થાય છેઃ મોરારિ બાપુ