સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાલ બેસાડી રાખી ડૉક્ટરોએ સારવાર ન કરી

522

તાજેતરમાં જ વી.એસ હોસ્પિટલની એક નર્સે માસૂમ બાળકના હાથનો અંગૂઠો કાપી નાખ્યો હતો. બાદ નર્સ ફરાર થઇ ગઇ હતી. ત્યારે વધુ એક કિસ્સો સામે આ્યો છે. જેમાં પેટના દુઃખાવાથી પીડિત જુહાપુરાની મહિલાને હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ડોક્ટરોએ ફાઈલ ફેંકીને અહીંયા ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તેવું કહ્યું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

જુહાપુરામાં રહેતી એક મહિલા પેટની સારવાર અર્થે હોસ્પિટલમાં આવી હતી જ્યાં તેને બે કલાક બેસાડી રાખ્યા બાદ પણ ડોક્ટરોએ કોઇ ટ્રીટમેન્ટ આપી ન હતી. મહિલાના પેટનો દુઃખાવો વધી જતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.

મહિલાના પરિવાજનોએ વી.એસના ડોક્ટરોની બેદરકારીનો વિરોધ કરતાં હોસ્પિટલમાં ઉગ્ર વાતાવરણ થયું હતું. સાથે જ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલાની ફાઇલ ફેંકી દઈ કહેવામાં આવ્યું કે, અહીં ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે.

Previous articleઆજકાલ કેટલાક લોકો જયશ્રી રામ બોલવાથી ભુરાયા થાય છેઃ મોરારિ બાપુ
Next articleમહેસાણામાં પારિવારિક ઝઘડામાં પિતાએ ૧ વર્ષની પુત્રીને પછાડી પછાડી હત્યા કરી