ચૌધરી કોલેજમાં મીટર બોક્સમાં આગ લાગી

467

ગાંધીનગરમાં સેક્ટર-૭ સ્થિત ચૌધરી કોલેજના શનિવારે બપોરના સમયે મીટર બોક્ષમાં શોર્ટસર્કિટથી આગની ઘટના બની હતી. ઘટનાને પગલે હાજર કોલેજ સ્ટાફે તાત્કાલિક પોતાની પાસે રહેલાં ફાયર સાધનોની આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઘટનાને પગલે ફાયર વિભાગ અને ટોરેન્ટ પાવરને જાણ કરતાં બંનેની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવીને સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. વેકેશનમાં કોલેજ બંધ હોવાથી અને આગ તરફ કાબૂમાં આવી જતાં કોલેજ તંત્રને હાશકારો થયો હતો. ચૌધરી કોલેજ પાસે ફાયરના સાધનો તો છે પરંતુ ફાયર એનઓસી રિન્યૂ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમા છેલ્લાં કેટલાંક સમયથી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે આવા બનાવો અટકાવવા માટે જે તે ઘર અથવા સંકુલોના રહીશોએ પણ સજાગતા દાખવવાની આવશ્યકતા જણાઈ રહી છે. થોડા સમય પહેલા સિવિલમા પણ આગ લાગી હતી જોકે તે વખતે સમયસર પગલા લેેવાતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે આજે ફરી શહેરની ચૌધરી કોલેજમાં મીટર બોક્સમાં આગ લાગી હતી તેના કારણે આ વિસ્તારમા ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

Previous articleપાટણની રાણીની વાવને વેકેશનમાં દેશ વિદેશના ૩૨ હજાર પર્યટકોએ નિહાળી
Next articleકેરળ બાદ મોનસુનની અન્ય કેટલાક રાજ્યોમાં એન્ટ્રી થઇ