ગુજરાતભરમાં ૩૨ હજારથી પણ વધારે સ્કુલ આજે ખુલશે

705

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. બે મહિનાના ઉનાળા વેકેશન બાદ આવતીકાલથી તમામ સ્કુલો ફરી ધમધમતી થઇ જશે. શૈક્ષણિક સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત થયા બાદ પ્રથમ તબક્કો દિવાળી સુધી ચાલશે. આ વખતે નવરાત્રિ વેકેશન નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી નવરાત્રિના ગાળા દરમિયાન સ્કુલો ચાલુ રહેશે. થોડાક દિવસ પહેલા જ નવરાત્રિ વેકેશનને નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના પરિણામ હાલમાં જ જાહેર કરવામાં આવી ચુક્યા છે જેથી ધોરણ ૧૧માં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે જેથી હવે શૈક્ષણિક સત્રની પૂર્ણરીતે શરૂઆત થઇ રહી છે. ગુજરાતભરની ૩૨ હજારથી વધુ સ્કુલોમાં આવતીકાલથી શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ શિક્ષણનો માહોલ જામશે. કોલેજો પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે.  ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને રાજ્યભરમાં ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો આવતીકાલથી ખુલી જશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ આવતીકાલથી સ્કુલો ફરી એકવાર બાળકોથી ગુંજી ઉઠશે. જે બાળકો પ્રથમ વખત સ્કુલમાં પહોંચનાર છે તેમની સાથે તેમના વાલીઓ પણ પહોંચનાર છે. નર્સરી અને નાના ધોરણના બાળકો સ્કુલ જવામાં હંમેશા મુશ્કેલી અનુભવે છે જેથી કેટલાક બાળકો પ્રથમ દિવસે રડતા પણ નજરે પડશે. બીજી બાજુ મોટા ક્લાસના બાળકો ખુશખુશાલ નજરે પડશે અને પોતાના મિત્રોને મળતા નજરે પડશે. આ વખતે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ઘણી સ્કુલોમાં વેકેશનને ગાળાને સાત દિવસ સુધી લંબાવી દેવાની માંગ કરવામાં આવી હતી પરંતુ તેમની માંગણીને ફગાવી દેવામાં આવી છે.  સ્કુલોની સાથે સાથે કોલેજો પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. કેટલીક સ્કુલો દ્વારા વેકેશનનો ગાળો લંબાવી દેવાની

રજૂઆત કરવામાં આવી હતી. વાલી મંડળ તરફથી આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી સ્કુલો ફરી એકવાર આવતીકાલે ગુંજી ઉઠશે. ઉનાળા વેકેશનના ભાગરૂપે રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ રહ્યો હતો.

૩૫ દિવસી વધુ ગાળાની રજા રહ્યા બાદ  સ્કુલોમાં શૈક્ષણિક સત્રની આવતીકાલે શરૂઆત થશે. રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ હોવાથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. કેટલાક વાલીઓ તો પહેલાથી જ તમામ પ્રકારની ખરીદી કરી ચુક્યા છે. બજારમાં સ્કુલ યુનિફોર્મ, પુસ્તકો અને બુકો ખરીદવા માટે ભારે ભીડ જામી હતી.  નવા સત્રની શરૂઆત થયા બાદ વિદ્યાર્થીઓ ખુબ જ રોમાંચિત દેખાયા હતા. મોડી રાત્ર સુધી ખરીદી કરવામાં આવી હતી. સ્કુલ ખુલવાના એક દિવસ પહેલા પુસ્તકો ખરીદવા માટે બજારમાં ભારે ભીડ જામી હતી. અંતિમ દિવસે જોરદાર ખરીદી કરવામાં આવી હતી. રવિવાર હોવા છતાં બજારો બાળકોની ખરીદીને લઇને ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

 

Previous articleબરવાળા ખાતે બીયરના ટીન સાથે બે ઝડપાયા એક ફરાર
Next articleસ્ટેશનરીની દુકાનો દિવસભર ધમધમી