સમસ્ત લુણકી ગામ પરીવાર દ્રારા આયોજીત સાતમો સ્નેહ મિલન સમારોહ તથા તેજસ્વી વિદ્યાર્થી ને ઇનામ વિતરણ કાર્યક્રમ નું ખુબજ સરસ અને સુંદર આયોજન રવિવાર ના રોજ પુણા ગામ તળાવ ની સામે સૌરાષ્ટ્ર પટેલની વાડી માં રાખવામાં આવ્યું હતું આ આયોજન માં
તક્ષશિલા એપાર્ટમેન્ટ મા બનેલી દુર્ઘટનામા મૃત્યુ પામેલા પવિત્ર આત્મા ની સદગતી માટે આ આયોજન સાદગી થી રાખવામાં આવ્યું હતું. અંત માં લુણકી ગામ પરીવાર દ્રારા ૫૧ ( એકાવન ) દાતા દ્રારા લુણકી ગામ ખાતે આ પવિત્ર આત્મા ની સદગતી માટે વુક્ષા રોપણ કરી આજીવન કાળજી રાખવાની જવાબદારી આ દાતા શ્રી દ્રારા લેવામાં પણ આવી છે. તેવું લુણકી ગામ ના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ આ કાયૅકમ માં તમામ લોકો વાઇટ શટૅ અને બ્લેક પેન્ટ માં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શ્રધ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી અને આ વિષય ઉપર બાળકો એ અલગ અલગ સ્પીસ પણ આપી હતી આ આયોજન માં લુણકી ગામ પરીવાર ના ભાઇઓ, બહેનો,અને બાળકો ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.