તા.૧૦-૦૬-ર૦૧૯ થી ૧૬-૦૬-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય

1195

મેષ (અ.લ.ઈ)

મિત્રો આપના માટે ગોચર અંગેનું ભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. માત્ર સપ્તાહના અંતથી સૂર્યગ્રહનું મિથુન રાશીનું ભ્રમણ રાહુ ગ્રહ સાથે થશે. જે ગ્રહણયોગ આપે છે. તેથી નસીબ કર્તા મહેનત ઉપર વિશ્વાસ રાખવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડીલોનો સંહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ તરફથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવાર વ્રત અને નિત્ય ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું પરિભ્રમણ શનિ ગુરૂની પનોતીનો કપરો સમય અને ધન સ્થાનમાં રાહુ મંગળ ગ્રહ સાથે સૂર્ય પણ સપ્તાહના અંત થી ભ્રમણ કરશે. માટે એક માસ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોથી સલાહથી લાભ રહેશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળ ગ્રહનો અંગાર યોગ શરૂ જ છે. અને સપ્તાહના અંતથી સૂર્યગ્રહણનો બંધનયોગ પૂર્ણ થશે. અને અશુભ ગ્રહ યોગ શરૂ થશે. તેથી વિચારોની એકાગ્રતા કેળવવી અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે, મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ઉતાવળા નિર્ણયોથી દુર રહેવું. પત્ની, ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે શુભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે, યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું પરિભ્રમણ સપ્તાહની શરૂઆત શુભ રહેશે. તેથી મહત્વના કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી બનશે. નહીં તો સપ્તાહના અંતથી એક માસ માટે સૂર્યગ્રહનું રાહુ સાથેનું ભ્રમણ ન ધારેલી નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. સમયનો સદઉપયોગ કરી લેશો. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની, ભાગીદારો અને વડીલો સાથે વિવાદો સર્જાય શકે છે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય રહેશે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ગુરૂ રાહુના બંધન યોગના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર સપ્તાહના અંત સુધી નિરપેક્ષા ભાવના કેળવવી જરૂરી છે. ત્યારપછી આપની અપેક્ષા ફળીભૂત થતી જોઇ શકશો. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કાર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ ગ્રહની પનોતીના કપરો સમય અને કર્મસ્થાનમાં રાહુ મંગળ બુધ સાથે સૂર્યગ્રહ પણ સપ્તાહના અંતથી આવે છે. જે સૂચવે છે કે વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દૂર રહેવું જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કાર્ટ કચેરી અને કાયદાકીય બાબતોમાં જામીનગીરીથી દૂર રહેવું. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના અંત સુધી વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. સપ્તાહના અંત સમયથી સૂર્ય ગ્રહનો બંધનયોગ પૂર્ણ થાય છે. અને રાહુ સાથે ભાગ્યસ્થાનમાં સૂર્યનું ભ્રમણ મળશે તેવી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી બનશે. પત્ની, ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અમે મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આ સપ્તાહની શરૂઆતથીજ સમયનો સદઉપયોગ કરીને મહત્વના કાર્યો પૂર્ણ કરી લેવા જરૂરી છે. નહી તો રાહુ મંગળ અને બુધ ગ્રહ સાથે સૂર્યગ્રહનો પણ બંધનયોગ એક માસ માટે ગ્રહણયોગ આપે છે. તેથી નિરાશા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો જોવા મળી શકે છે. પત્ની, ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેરજીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષ તરફથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને રાહુ મંગળનો અંગાર યોગ અશુભ ફળ આપે જ છે. એન સાથે સપ્તાહના અંતથી અશુભ ગ્રહણયોગ પણ મળે છે. તેથી આ સમય દરેક કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. તે સચવાય તે પણ પ્રગતિ જ છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે.  પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ -અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. માત્ર શનિગ્રહની પનોતીનો કપરો સમય અને શાપીત દોષ અશુભ ફળ આપે છે. તેથી સમય શક્તિનો કેટલો સમયનો સદઉપયોગ કરશો તે જન્મના ગ્રહો ઉપર જ નિર્ધાર રહેશે. એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડિલોના સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ બનશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના અંત સમયથી સૂર્ય ગ્રહના અશુભ બંધનયોગથી મુક્તિ મળે છે. તેથી કાર્યસફળતાના યોગ જરૂર મળશે. માત્ર મહત્વના નિર્ણયોમાં હિતેચ્છુઓની સલાહ લેવી જરૂરી છે. મિત્રો નિરાશા અને નિષ્ફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની, ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે.  આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતિજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવાનું સૂચવે છે. રાહુ મંગળ બુધ ગ્રહની સાથે સપ્તાહના અંત સમયથી સૂર્ય ગ્રહનો બંધન યોગ પણ મળે છે જે ગ્રહણ યોગ આપે છે. તેથી જે છે તે સાચવવામાં જલાભ છે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચિ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.

Previous articleસ્ટેશનરીની દુકાનો દિવસભર ધમધમી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે