બોટાદ જિલ્લાના રાણપુરમાં અપુરતા વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા છે.રાણપુર શહેરને ૧૨ દિવસે પીવાનું પાણી મળે છે.એ પણ અનિયમીત જેના કારણે ૨૫૦૦૦ની વસ્તી ધરાવતા રાણપુર શહેરના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રાણપુર સરપંચ દ્રારા વારંવાર તંત્રને રજુઆત કરવા છતા તંત્ર આજદીન સુધી આ રજુઆતો ધ્યાને ન લેતા અને રાણપુર શહેર ને પીવાનું પાણી પુરૂ પાડતો ભડલા ડેમના તળીયા છેલ્લા કેટલાક ટાઈમથી દેખાવા લાગતા હતા. છતા પણ સુખભાદર ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવતું હતું પરંતુ સુખભાદર ડેમમાં પાણી ખાલી થઈ જતા છેલ્લા ૧૨ દિવસથી રાણપુર શહેરને પીવાનુ પાણી મળ્યુ નથી.રાણપુરમાં પીવાના પાણીની જે વિકટ પરિસ્થીતી સર્જાય છે.અને ૧૨ દિવસથી પાણી નહી મળતા રાણપુર ગ્રામ પંચાયતા સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા ગ્રામ પંચાયત પાસે પાણી આપોના નારા લગાવી અચોક્કસ ના પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા.જ્યારે ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ને પણ જાણ થતા તેઓ તાત્કાલિક રાણપુર દોડી આવ્યા હતા.ખુદ ધારાસભ્ય પણ પ્રતિક ઉપવાસમાં જોડાતા રાણપુર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગોસુભા પરમાર,પ્રતાપસિંહ ડોડીયે તેમજ ગ્રામ પંચાયતના સભ્યો સહીત ગામના આગેવાનો પીવાના પાણીમુદ્દે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી દેવામાં આવતા અફડાતફડી મચી ગઈ અને તંત્ર દોડતુ થઈ ગયુ હતું.અને ગણતરીના કલાકોમાં તંત્ર દ્વારા ધોળીધજા ડેમમાંથી કેનાલ દ્વારા સુખભાદર ડેમમાં પાણી છોડવાનું ચાલુ કરી દેતા અને હાલ પુરતુ રાણપુરને જાળીલા સંપમાંથી બરવાળા પાણી પુરવઠા અધિકારી પરમારભાઈ દ્વારા પાણી શરૂ કરી દેવામાં આવતા આ પ્રતિક ઉપવાસ આંદોલનનો અંત ફક્ત ચાર કલાકમાં આવતા રાણપુરમાં ખુશીનું મોજુ ફળીવળ્યુ હતું.
પગલાં નહીં લેવાતા આંદોલન કરવું પડ્યું : સરપંચ
રાણપુર ગામમાં ઉનાળાના પ્રારંભથી પીવાના પાણીની ખરાબ પરીસ્થીતી હતી.દસ થી બાર દિવસે માંડ પાણી આપી શકાતુ હતુ.ભડલા ડેમમાં પાણી ખાલી થઈ ગયુ હતું અમારા ગામને પીવાનું પુરતુ પાણી મળી રહે તે માટે અમે સ્થાનિક અધિકરીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓને આ બાબતે રજુઆત કરી હતી.પણ કોઈ નક્કર પરીણામ નહી આવતા મે ઉપવાસ આંદોલન ચાલુ કરી દીધુ હતુ તેમા ધારાસભ્ય સહીત આગેવાનો અને પંચાયતના સભ્યો જોડાયા હતા.સવારે ૯ વાગ્યે ઉપવાસ ચાલુ કર્યુ હતુ અને બપોરે ૧૨ વાગ્યા પછી તંત્ર દ્વારા ભડલા ડેમ ભરવાનું ચાલુ કરતા અમે ઉપવાસ આંદોલન પૂરૂ કરી પારણા કરી લીધા હતા.
ચોમાસા સુધી પૂરતું પાણી અપાશે : પા.પૂ.બોર્ડ
આ બાબતે બરવાળા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર જે.પી.ચુડાસમા એ જણાવ્યુ કે કેનાલ દ્વારા ભડલા ડેમ ભરવાનું ચાલુ કરી દેવામાં આવ્યુ છે.ચોમાસુ ન આવે અને સારો વરસાદ ન થાય ત્યા સુધી રાણપુર ને પુરતા પ્રમામમાં પાણી આપવામાં આવશ.