રેલ્વેમાં ફાટકો પર સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી તા.૨ થી ૮ જૂન સુધી આંતર રાષ્ટ્રીય ફાટક જાગરૂકતા સપ્તાહ મનાવવામાં આવ્યું. આ પ્રસંગના અનુસંધાને ભાવનગર ડિવીઝન પર લોકોને માણસ સહિતના ફાટકો તથા માણસ સહિતના ફાટકો ઓળંગવા માટે રાખવી પડતી સાવધાની તથા નિયમનું ઉલંઘન કરવાથી થતા જોખમો માટેની જાણકારી આપવામાં આવી. વધુને વધુ લોકો સુધી આ વિષયની જાગરૂકતા ફેલાય તે માટે આ જાગરૂકતા સપ્તાહ શાળાઓ સાર્વજનિક સ્થળો તથા ગ્રામ પંચાયતોની વચ્ચે ચલાવવામાં આવ્યું. સડક પર ચાલતા વાહન ચાલકોને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી માણસ સહિતના ફાટકો પર વાહન ચાલકોને ફાટક ઓળંગતા પહેલા રાખવી પડતી સાવધાની વિશે જાણકારી આપવામાં આવી. આ સપ્તાહ અંતર્ગત કેમ્પ પેમ્પલેટ તથા સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું તથા નાનકડા ભૂલકાઓને કમ્પાસ બોક્સ આપીને ફાટક પર રાખવી પડતી સાવધાનીની માહિતી આપવામાં આવી. આ સપ્તાહ દરમ્યાન સંબંધિત જાણકારીયો મોટા જનસમૂહ સુધી પ્રભાવશાળી રીતે રાખવાની યોજના બનાવવામાં આવી હતી. જેના અનુસંધાને સારંગપુર મંદિર, ખોડીયાર મંદિર, ભૂરખિયા હનુમાન મંદિર, બગદાણા મંદિર, વિરપુર મંદિર, સોમનાથ મંદિર, ખોડલધામ મંદિર તથા સુદામા મંદિર અને તેની આસપાસના સાર્વજનિક સ્થળો પર જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવ્યું. આ પ્રવૃત્તિના અનુલક્ષ્યમાં નુક્કડ નાટકના કાર્યોક્રમો પણ કરવામાં આવ્યા જેથી લોકોમાં સાર્વજનિક રીતે જાગરૂકતા ફેલાઇ તથા આકસ્મિક તપાસ પણ કરવામાં આવી. આ જ પ્રમાણે આ સપ્તાહ દરમ્યાન વિભિન્ન શાળાઓ તથા ફાટકો પર પોસ્ટર્સ સ્ટિયરીંગ વ્હીલ સ્ટીકર્સનું વિતરણ કરવામાં આવ્યું. ફાટકો પર વિશેષ જાય તથા સંરક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યા. સ્ટેશનો પર તથા સાર્વજનિક સ્થળો પર જાગરૂકતા અભિયાન સંબંધે માઇક દ્વારા તથા રિકોર્ડસ રૂપમાં જાણકારી આપવામાં આવી તથા આ સંબંધિત બેનર પણ લગાડવામાં આવ્યા.