બાબરાના દરેડ ગામે મોડીરાત્રે નિંદ્રાધીન દંપતિને બોર્થડ પદાર્થના ઘા ઝીંકી સોના, ચાંદી, રોકડની લૂંટ

1256

બાબરા પોલીસ ની નામાર્દય થી તાલુકા માં ચોર લુટારુ જુગારી અને દારૂ ની અનૈતિક પ્રર્વૃતી ને દિનબદિન વેગ સાથે જીલ્લાના મોસ્ટ ક્રાઈમ નું હબ બાબરા તાલુકો બનવા ના આરે ઉભો છે આવા સમયે બાબરા તાલુકા ના દરેડ ગામ ની શિમ માં આધેડ દંપતિ ને નિંદ્રાધીન અવસ્થા માં બોથર્ડ પદાર્થ ના ઘા જીકી લુંટ ચલાવવા અંગે નો બનાવ પ્રકાશ માં આવતા તાલુકા માં ભયનું વાતાવરણ પેદા થયું છે

બનાવ અંગે ઈજાગ્રસ્ત મહિલા એ સવારે તેના પુત્ર ને જણાવ્યા મુજબ અને તેની પાસે થી પ્રાપ્ત વિગતો અનુસાર દરેડ ગામ ના આધેડ ખેડૂત ભરવાડ ડાયાભાઇ ઓઘડભાઈ શીરોળીયા ઉવ.૫૦ અને જાલુબેન ડાયાભાઇ શીરોળીયા ઉવ.૪૫ ની માલિકી ની ૨૦ વીઘા જમીન બાબરા દરેડ રોડ ઉપર રસ્તા ના કાઠે ધરાવે છે અને પરિવાર સાથે ખેતી સહિત પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે

ગત રાત્રી ના અંદાજીત બે વાગ્યા ના સમય માં અજાણ્યા પાચ સાત લુટારુઓએ વાડી માં પ્રવેશ કરી અને ખુલ્લા માં નિંદ્રાધીન સુતેલા તેના માતા પિતા ઉપર ઝેરી સ્પ્રે નો ઉપયોગ કરી બાદ માં બોથડ પદાર્થ ના ઘા મારી લોહી નીંગલતી હાલત માં વાડી ના મકાન ના રૂમ માં પલંગ સાથે બાંધી મહિલા ના કાન માંથી સોનાના વેઢલા બે તોલા ,બુટી દોઢ તોલા,પોખાની ગળા માં પહેરવા નો ૧ તોલા નો સોનાનો પારો પગમાં પહેરેલા ૬૦૦ ગ્રામ ચાંદી ના કડલા તેમજ વૃદ્ધ પિતા ના હાથ માં પહેરેલા ૫૦૦ ગ્રામ ચાંદી ના કડલા અને ૭૦૦ ગ્રામ નો કેડ નો કંદોરો સહિત કબાટ માં રાખેલા ખેત ધિરાણ ની રકમ ૧૧૮૦૦૦ અને બચત ની અંદાજીત ૨૦ થી ૨૫ હજાર ની રોકડ ની લુંટ ચલાવી લુટારુ પલાયન થયા હતા

દંપતિ ના બંને પુત્રો રાત્રી દરમ્યાન દરેડ ગામ માં આવેલા મકાને સુવે છે જયારે ભોગબનેલું દંપતિ શિમ વાડી માં પશુપાલન ના વ્યવસાયના કારણે રહે છે આજે સવારે પુત્ર મહેશ વાડી એ દૂધ લેવા પહોચ્યો ત્યારે માતા પિતા ને નહી જોતા તપાસ કરતા રૂમ ની અંદર પૂરી દીધેલા અને ખાટલા પલંગ સાથે લોહી લુહાણ હાલત માં બાંધી દીધેલા મળી આવ્યા હતા જેમાં પિતા બેશુદ્ધ હાલત માં અને માતા સામાન્ય ભાન માં હોવાથી બનાવ અંગે પુત્ર ને વાકેફ કરેલ હતો ઇજા પામેલા દંપતી ને પ્રથમ બાબરા બાદ અમરેલી અને હાલ રાજકોટ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર માં ખસેડવા માં આવ્યા છે જ્યાં હાલ બંને બેભાન અને અતિ ગંભીર હાલત માં હોવાનું જાણવા મળે છે અને પોલીસ મથક માં હજુ લુંટ અંગે પ્રાથમિક તપાસ બાદ વિધિવત ગુનો દાખલ થવા તજવીજ શરૂ થઇ છે   બનાવ ના પગલે જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ડી.વાય.એસ.પી રાણા એલ.સી.બી.ના વાઘેલા એસઓજી ના કરમટા ઘટના સ્થળે દોડી આવી એફ એસ એલ ડોગ સ્વોડ બોલાવવા સહિત ની તૈયારી હાથ ધરી છે  સ્થાનિક પોલીસ વર્તુળ દ્વારા રાત્રી દરમ્યાન વાહન સહિત અજાણ્યા માણસો ની અવરજવર અંગે તપાસ ની કડી મેળવવા કામગીરી હાથ ધરી છે.

મોડીરાત્રે નિંદ્રાધીનને માર મારી લૂંટના વધેલા બનાવો

લાઠી ના સરકારી પીપળવા ગામે નિંદ્રાધીન આધેડ ની ધોકો ફટકારી હત્યા  બાબરા તાલુકા ના ઉટવડ ગામે સરપંચ ના મકાન માં થોડા મહિના પહેલા સાત જેટલા લુટારૂ ત્રાટકી પરિવાર ને ઘર માં બંધક બનાવી અને સોના ચાંદી રોકડ મોબાઈલ સહિત ની લુંટ,તેમજ બાબરા સબ તેજુરી કચેરી ના સ્ટ્રોંગ રૂમ માંથી કોર્ટ મુદામાલ ના સોના ચાંદી ના લાખો ના દાગીના અને રોકડ ની ચોરી,તેમજ લાઠી તાલુકા ના ધામેલ ગામે દંપતિ ને મારમારી લુંટ, લાઠીના નાનારાજકોટ માં મહિલા ના મકાન માં ઘુસી લુંટ ના બનાવો સહિત અમરેલી ની બેંક માં મોટી રકમ ની ચોરી સહિત ના બનાવો ઉકેલવા માં પોલીસ નિષ્ફળ સાબિત થવા પામી છે ત્યારે પોલીસ ઉપર આમ જનતા નો વિશ્વાસ ડગમગી રહ્યા નું જાણવા મળે છે.

Previous articleરાણપુર સરપંચે પાણી માટે ઉપવાસ આંદોલન કરતા ચાર કલાકમાં નહેરમાં પાણી શરૂ કરાયું
Next articleભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા ફાટક જાગૃતતા સપ્તાહની કરાયેલી ઉજવણી