આર્મસ એક્ટનાં ગુનામાં ૭ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

703

તાજેતરમાં રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના ડી.આઇ.જી.પી.અશોકકુમાર યાદવેે જીલ્લામાં તથા બહારના રાજ્યમાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લા પોલીસને આદેશ આપેલ જે અનુંસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે નાસતા ફરતા આરોપી ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે અલગ અલગ રાજ્ય ની ટીમ બનાવેલ જે આજરોજ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન ની  ટીમ ના માણસો નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનના આર્મસ એક્ટ કલમ ૨૫(૧)બીએ,૨૯ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી સંતોષ ધેવરરામ મેઘવાલ  ઉવ.૩૪ રહે.ખાબડા કલા ગામ  તા.ઓસીયા જી.જોધપુર રાજ્ય રાજસ્થાન વાળાને ખાબડા કલા ગામ તા.ઓસીયા જી.જોધપુર (રાજસ્થાન) પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બાબરા પોલીસ ને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં ધોધા પો.સબ.ઇન્સ આર. એ.વાઢેર તથા સ્ટાફના મહુવાના શક્તિસિંહ ગોહિલ, તળાજાના દિગ્વિજયસિંહ રાઠોડ, ભુપતભાઈ બાલધીયા, અલંગ મરીનના રૂષીરાજસિંહ ગોહિલ, અલંગના રાજેન્દ્રસિંહ ગોહિલ, વિરભદ્રસિંહ ગોહિલ, ખુંટવડાના હરદેવસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleસિહોરમાં સીતારામ હોલ સામે કચરાનાં ઢગલાં છતાં તંત્ર મૌન
Next articleજગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન