સિહોરના સીતારામ હોલ સામે શરમથી માથું ઝૂકી જાય તેવી પરિસ્થિતિ આ કોમ્પલેક્ષ વાળા કરેછે છતાં તંત્ર મૌન સેવી રહ્યુંછે ડસ્ટબીનો તૂટેલી હાલતમાં શહેરમાં મોટાભાગે જોવા મળેછે ત્યારે મામલતદાર કચેરી પાસે આવેલ વીજ કમ્પનીના ટ્રાન્સફોરમર પાસે પ્લાસ્ટિક, થર્મોકોલના ડિસ્પોજેબલ ગ્લાસ,વાટકા,ડીશ ,પ્લાસ્ટિકની થેલીઓ ખૂબ મોટાપ્રમાણમાં કોઈ ફેંકી જાયછે ત્યારે આવા લોકોને પાલિકા દ્વારા નોટિસ પાઠવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ આવો કચરો ગૌવંશ આરોગી રહ્યોછે ત્યારે સમાજના કહેવાતા ગૌસેવકોએ પણ આ જવાબદારી નિભાવવી પડે તે પણ જરૂરી છે શહેરને ગોબરવાડો બનાવતા કોમ્પલેક્ષ,દુકાનો કે પછી કોઈપણ ના પ્રસંગોનો કચરો આ રીતે રોડપર ઠાલવી પોતાની માનસિકતા દેખાડી રહયાં છે ત્યારે આવા એકમોને નગરપાલિકા ત્વરિત નોટિસ ફટકારી દંડ કરે તેવી લોકમાંગ ઉઠી છે સ્થાનિકોનું કહેવું છે કે આ કોમ્પલેક્ષ માં આવેલ સીતારામ હોલ જે મેરેજ,કે કોઈ અન્ય પ્રસંગોપાત ભાડે આપવામાં આવેછે અને પ્રસંગ પૂર્ણ થયા બાદ એંઠવાડ થી લઈ તમામ બિનજરૂરી કચરો આ રીતે રોડપર ફેંકી દેવામાં આવેછે જે વ્યાજબી નથી આવા લોકો ભારત સરકારનાં સ્વચ્છતા અભિયાનનાં લીરા ઉડાડી રહ્યા છે. જેનાથી સિહોરની શાનમાં ઝાંખપ આવી રહી હોય ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવા લોકમાંગ ઉઠવા પામી છે.