એક વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપી લીધો

732
bhav30-1-2018-3.jpg

મહુવા ભવાનીમંદિર પાસે રહેતા શખ્સ પર એક વર્ષ પૂર્વે મહુવા પોલીસમાં કલમ ૩૬૩, ૩૬૬  મુજબ ગુનો નોધાવ્યો હતો. જે ગુન્હાના કામે શખ્સ એક વર્ષથી નાસતો ફરતો હોય એલ.સી.બી. ટીમે મહુવા બંદરરોડ પરથી ઝડપી લીધો હતો. ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મહુવા બંદર રોડ પાસે આવતાં મહુવા પો.સ્ટે. ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં ફરતા આરોપી મેહુલ નટુભાઈ સાંખટ બંદર રોડ, ગોરડીયા કોમ્પ્લેક્ષનાં ખુણા પાસે ઉભો બાતમી મળી આવેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં મેહુલ સાંખટ રહે. ભવાની મંદિર, કતપર ગામ પાસે, મહુવાવાળો મળી આવતાં તેનાં વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને મહુવા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઈન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઈન્સ.એન.જી.જાડેજા તથા સ્ટાફનાં મહિપાલસિંહ ગોહિલ, શિવરાજસિંહ સરવૈયા, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, તરૂણભાઈ નાંદવા, ડ્રાઈવર ચિરંતનભાઈ રાવલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous article ચોરી કરેલ બે બાઈક અને બે બેટરી સાથે બે ઈસમોને ઝડપી લેતી એસઓજી પોલીસ
Next article સુરકા ગામે તળાવમાં ડુબી જતા યુવતીનુ મોત