સતત વધતા આંતરરાષ્ટ્રીય દબાણ અને ૨૬ ફેબ્રુઆરીએ થયેલી બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પીઓકેમાં આવેલા કેટલાક આતંકી કેમ્પને ગત કેટલાક મહિનાઓમાં બંધ કરી દીધા છે.
સૂત્રો અનુસાર આ વાતની જાણકારી આપવામાં આવી છે. ભારત તરફથી એક ડૉઝિયર દ્વારા સતત આંતરરાષ્ટ્રીય મંચોના માધ્યમથી પાક પર દબાણ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે પાકિસ્તાને આ પગલુ ઉઠાવ્યુ છે.
પીઓકેમાં ૧૧ ટેરર કેમ્પ સંચાલિત થઈ રહ્યા હતા. પાંચ-પાંચ કેમ્પ મુઝફ્ફરાબાદ અને કોટલીમાં હતા તો એક કેમ્પ બરનાલામાં હતો. આમાંથી કેટલાક કેમ્પ લશ્કર-એ-તોયબાના હતા. કોટલી અને નિકિયાલ વિસ્તારમાં હતા. જે રાજોરી અને સુંદરબનીની બિલ્કુલ સામે છે. આ કેમ્પ હવે બંધ થઈ ચૂક્યા છે. જૈશના ટેરર કેમ્પવાળા અને બાગ વિસ્તારમાં ચાલી રહ્યા હતા તેને પણ બંધ કરી દેવાયા છે. એક કેમ્પ કોટલીમા હતો.
ઈન્ટેલિજન્સ રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે મુઝફ્ફરાબાદ અને મીરપુરમાં ચાલી રહેલા ટેરર કેમ્પસને પણ કેટલાક સમય માટે બંધ કરી દેવાયા છે. ર્ન્ઝ્ર પર હાજર ટેરર લૉન્ચ પેડનો ઉપયોગ કરીને પાકિસ્તાન વારંવાર આતંકીઓને ભારત મોકલે છે.
ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વિલાન્સના આધારે જાણ થઈ કે આતંકીઓને આદેશ આપવામાં આવ્યા છે તેઓ કેમ્પને કેટલાક સમય માટે બંધ કરી દે અથવા ફરી સમગ્ર આતંકી ગતિવિધિઓ પર લગામ લગાવે.
૨૬ ફેબ્રુઆરીએ ઈન્ડિયન એરફોર્સ તરફથી પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવવાના ઈરાદાથી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલા પુલવામા આતંકી હુમલાનો જવાબ હતો. જેમાં ઝ્રઇઁહ્લના ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા.