વૈશ્વિક સંમેલનમાં પીએમ મોદીના આતંકવાદ સામેના પ્રસ્તાવનું ફ્રાંસે સ્વાગત કર્યું છે. ભારત પ્રવાસે આવેલાં ફ્રાંસના યુરોપ અને વિદેશ મામલાઓના મંત્રી જીન બાપટિસ્ટ લેમોયને કહ્યું કે, આતંકવાદ સામેની જંગ ફ્રાંસની શીર્ષ પ્રાથમિકતાઓમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ માલદીવની સંસદને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયે જળવાયુ પરિવર્તનના ખતરા પર અને અનેક વૈશ્વિક ડીલ અને અનેક સંમેલનો કર્યા છે, તો આતંકવાદના મુદ્દા પર કોઈ સંમેલન કેમ નથી થઈ શકતું.લેમોયને કહ્યું કે, આતંકવાદ સામે લડવાના હર એક પગલાંનું સ્વાગત છે, કેમ કે આ વિશ્વના પ્રત્યેક દેશો માટે ખતરો છે. આ પ્રયાસોને એકજૂટ કરવા માટે જે કાંઈ પણ સંભવ છે, તેનું સ્વાગત છે. આતંકવાદ જળવાયુ પરિવર્તનની જેમ એક પડકાર છે. અમે આ પગલાં પર ઊંડાણપુર્વક વિચારીશું. લેમોયને કહ્યું કે, આતંકવાદ સામેની જંગ અમારી શીર્ષ પ્રાથમિકતા છે. ફ્રાંસ આ મુદ્દે પર ભારતની સાથે ઉભું છે. અને હું એ કહી શકું છું કે, આ મોર્ચા પર અમારા સંબંધ મજબૂત છે.
વિપક્ષી પાર્ટીઓએ જ્યાં મોદી સરકાર પર રાફેલ ડીલમાં ઘોટાળાનો આરોપ લગાવ્યો છે, તો લેમોયને કહ્યું કે, ફ્રાંસ સરકારને આ વિવાદોથી ફરક નથી પડતો. આ બંને દેશોના રાષ્ટ્રીય હિતમાં છે. અમે ઈચ્છીએ છીએ કે, ભારત અને ફ્રાંસ વધુ સંપ્રભુ બને. તેઓએ કહ્યું કે, ફ્રાંસના લડાકુ વિમાન સપ્ટેમ્બરમાં ભારત પહોંચી જશે અને તે નવી દિલ્હી-પેરિસ સહયોગનું એક મજબૂત સંકેત હશે. તેઓએ કહ્યું કે, આ બાદ ૩૬ રાફેલ વિમાનોની એક-એક કરીને આપૂર્તિ કરવામાં આવશે.