શેરબજારમાં દિવસના અંતે પણ ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +૧૬૮.૬૨ પોઇન્ટ વધીને ૩૯,૭૮૪.૫૨ ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +૫૨.૦૫ પોઈન્ટ વધીને ૧૧,૯૨૨.૭૦ ની સપાટીએ માર્કેટ બંધ થયું છે. ઉલ્લેખનિય છે કે આજે દિવસના આરંભે શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૭૧.૪૩ પોઇન્ટ વધીને ૩૯,૭૮૭.૩૩ ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૬૪.૨૫ પોઈન્ટ વધીને ૧૧,૯૩૪.૯૦ ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતુ. સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવો વધારો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે ૨ પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ ૬૯.૪૫ ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ ૬૯.૪૭ પર બંધ રહ્યો હતો.
સોમવારે પ્રારંભિક ટ્રેડિંગમાં, યસ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ડસઇન્ડ બેન્ક, વેદાંત, પાવર ગ્રિડ કોર્પોરેશન, બ્રિટાનીયા, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, લાર્સન, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિન્સર્વ, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ઇશેર મોટર્સ, ટાટા ટ્રેડિંગ સ્ટીલ, એક્સિસ બેન્ક, અદાણી પોટ્ર્સ, આઇટીસી, બજાજ ઓટો, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને મારુતિ સુઝુકીએ મજબૂતાઈ સાથે ટ્રેડિંગ કર્યું હતુ.બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, બીપીસીએલ, સિપ્લા, બ્રિટાનિયા, એચયુએલ, મારૂતિ સુઝુકી, ઓએનજીસી, આઇઓસી, સન ફાર્મા, ટાઇટન કંપની, અદાણી પોટ્ર્સ, કોલ ઇન્ડિયા, લાર્સન અને કોટક મહિન્દ્રામાં નબળાઈ સાથે વ્યવસાય થયો હતો.