આજરોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
તે દરમ્યાન ભાવનગર, અધેવાડા, માલણકા તરફ જતાં રસ્તે આવતાં દિપકભાઇ જીવણભાઇ ગોહિલ રહે.પ્લોટ નં.એફ/૫, માલણકા રોડ પાસે,અધેવાડાવાળાએ તેનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે.તેવી મળેલ બાતમી આધારે રેઇડ કરતાં તેનાં રહેણાંક મકાને દિપકભાઇ જીવણભાઇ ગોહિલ ઉ.વ.૩૪ હાજર મળી આવેલ.
તેનાં મકાને જડતી તપાસ કરતાં પ્લાસ્ટીક કંતાનનાં કોથળા નંગ-૨ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦ કિ.રૂ.૯,૦૦૦/-ની મળી આવેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તેનાં વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.