રાજુલા ખાતે આજે જાફરાબાદ સહિત એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થી આક્રોશ સંમેલનનું આયોજન થયુ ગુજરાત પ્રભારી લોકેશ યુગજીની હાજરી સાથે બાઈક રેલી દ્વારા વિદ્યાર્થીઓ બાબતે આવેદન અપાયું. આજે રાજુલા ખાતે રાજુલા જાફરાબાદ એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થી આક્રોશ સંમેલન યોજાયું જેના અધ્યક્ષસ્થાને એન.એસ.યુ.આઈ ગુજરાતના પ્રભારી લોકેશ યુગજીની અધ્યક્ષમાં વિદ્યાર્થી મહાસભા અને ત્યારબાદ બાઈક રેલીનું આયોજન કરી આવેદનપત્ર અપાયું તેમજ ગુજરાત મહામંત્રી કેતનભાઈ ખુમાણના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા કોંગ્રેસ સંગઠન મંત્રી દીપકભાઈ ત્રિવેદી રાજુલા કોંગ્રેસ શહેર પ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, રાજુલા યુથ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈ લાખણોત્રા, મહામંત્રી અશ્વીનભાઈ ખુમાણે ખાસ હાજરી આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુલા, જાફરાબાદના એન.એસ. યુ.આઈના કરણભાઈ કોટડીયા દિગ્વીજયભાઈ વરૂ, યોગેશભાઈ ગોસ્વામી, રવિભાઈ ધાખડા, રાહુલભાઈ ધાખડા, સિધ્ધાંતભાઈ જીવાણી, રમેશભાઈ લાખણોત્રા પૃથ્વીરાજભાઈ વરૂ, અજયભાઈ શીયાળ, હિતેશભાઈ સોલંકી, ભગીરથભાઈ ધાખડા સહિત જહેમત ઉઠાવી અને રાજુલા ડેપો મેનેજર મનીષા બહેન ગઢવીને આવેદન પત્ર આપી જણાવાયુ કે મહુવા રૂટની બસો બંધ હોય તે વિદ્યાર્થીના અભ્યાસક્રમને લાગુ પડે તે રીતે શરૂ કરો અથવા ફેરફાર કરી નિયમીત શરૂ કરવા માંગ કરી છે.