જાણીતા લેખક, અભિનેતા અને ફિલ્મ નિર્દેશક તેમજ રંગમંચના નાટકકાર ગિરિશ કર્નાડનુ આજે સવારે લાંબી માંદગી બાદ અવસાન થયુ હતુ. તેઓ ૮૧ વર્ષના હતા. ગિરિશ કર્નાડે બેંગલોરમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગયા મહિનામાં જ ગિરિશ કર્નાડે તેમને ૮૧માં જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમને પદ્મશ્રી અને પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે કે તેમને કોઇ પણ પ્રકારના સ્ટેટ ફ્યુનરલ ન આપવામાં આવે. કર્નાડે દક્ષિણ ભારતની ફિલ્મો અને બોલિવુડની ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી.
ગિરિશ કર્નાડે પોતાનુ પ્રથમ નાટક યયાતિ કન્નડ ભાષમાં લખ્યુ હતુ. ત્યારબાદ ેનુ અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યુ હતુ. તેમના ચર્ચાસ્પદ નાટકમાં યયાતિ, તુગલક સહિતના અનેક નાટક રહેલા છે. અગ્નિ અને બરખા પણ તેમના લોકપ્રિયત નાટકમાં સામેલ છે. તેમને તમામ મોટા સન્માન તેમની કેરિયરમાં આપવામાં આવ્યા હતા. તેમની હિન્દી ફિલ્મોમાં ઉત્સવ, પુકાર, અને ટાઇગર જિંદા હે જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. ગિરિશ કર્નાડનો જન્મ વર્ષ ૧૯૩૮માં થયો હતો. માથેરાણમાં તેમનો જ્ન્મ થયો હતો.જે હાલમાં મહારાષ્ટ્રમાં છે. તેઓ શરૂઆતમાં મરાઠી ભાષામાં શિક્ષણ મેળવી લીધુ હતુ. અભ્યાસના ગાળા દરમિયાન જ ગિરિશ કર્નાડનુ ધ્યાન થિયેટર તરફ ગયુ હતુ. જ્યારે તેઓ ૧૪ વર્ષના થયા ત્યારે તેમના પરિવારની સાથે તેઓ કર્ણાટકના ધારવાડમાં આવી ગયા હતા.
ધારવાડમાંથી તેઓએ કર્ણાટક આર્ટસ કોલેજમાં શિક્ષણ મેળવી લીધુ હતુ. ગ્રેજુએશન થયા બાદ વધારે અભ્યાસ માટે તેઓ બ્રિટન પહોંચી ગયા હતા. ઓક્સફર્ડમાં સાત વર્ષ સુધી થિયેટરમાં તેઓ કામમાં રહ્યા હતા.