વઢેરા ગામે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

1260
guj30-1-2018-6.jpg

રપમી જાન્યુઆરી-ર૦૧૮ના રોજ મામલતદાર કચેરી, જાફરાબાદ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, જાફરાબાદ, વઢેરા પ્રાથમિક શાળા અને સમસ્ત વઢેરા ગામ દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મામલતદાર એન.એમ. ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ વાઢેર, સરપંચ લક્ષ્મીબેન વાઘેલા, પ્રાથમિક શાળાના આચાર્ય ચંદુભાઈ વંશ, જીતેશભાઈ રામદતી, ગ્રામજનો, પ્રાથમિક, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.
આ કાર્યક્રમની ઉજવણીમાં દિપ પ્રાગટ્ય કર્યા બાદ સૌથી વયોવૃધ્ધ મતદાતા, યુવા મતદાતા અને દિવ્યાંગ મતદાતાનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મામલતદાર દ્વારા મતદાતાનું સાચુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશાળ સંખ્યામાં બળદગાડુ શણગારી ગ્રામજનો, વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ગ્રામજનો વગેરે જોડાયા. ઢોલ-નગારા સાથેની રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારબાદ તમામ લોકોને નાયબ મામલતદાર રાહુલભાઈ ગોહિલ દ્વારા મતદાનના સંકલ્પ લેવરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

Previous article રાજુલા ખાતે NSUIનું વિશાળ સંમેલન યોજાયું
Next article ખાંભા ખાતે ‘આહિરાતના પોંખણા’ કાર્યક્રમ યોજાયો