ઉમરવાડા સરકારી શાળામાં બાળકી સાથે અડપલાં કરાયા

464

સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકી પર તે જ શાળાના શિક્ષક દ્વારા બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ૧૪ વર્ષની કિશોરીએ તેના માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરતાં શિક્ષકના કાળા કરતૂતનો પર્દાફાશ થયો હતો. બાદમાં પીડિત બાળકીના માતા-પિતા સહિતના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ શાળાએ પહોંચ્યા હતા અને જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ભારે હોબાળા અને અફરાતફરીના માહોલને લઇ એક તબક્કે પોલીસ શાળા પર દોડી આવી હતી.

અને ભારે સમજાવટ બાદ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે વાલીઓના રોષ અને ફરિયાદને પગલે આરોપી શિક્ષકની અટકાયત કરી લીધી હતી. વાલીઓએ આરોપી શિક્ષકના કાળા કરતૂતને લઇ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો અને તેને આકરી સજા કરવા ઉગ્ર માંગણી કરી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકીએ આજે શાળાએ જવાની ના પાડી હતી. જેથી મા-બાપ અકળાયા હતાં અને તેને મારઝૂડ કરી હતી. જેથી છોકરીએ શિક્ષક દ્વારા ગંદુકામ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જેથી માતા પિતા સહિતના અન્ય વાલીઓએ ખૂબ મોટી સંખ્યામાં શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો. બાળકીએ પરિવારને જણાવ્યું હતું કે, શાળામાં ફરજ બજાવતાં જીતુ સર નામના શિક્ષક દ્વારા વેકેશન અગાઉ જ ઓફિસમાં લઈ જઈને કપડાના બટન ખોલીને છાતી પર હાથ ફરવતાં હતાં. શિક્ષક દ્વારા ધમકી પણ આપવામાં આવતી હોવાનું પીડિત બાળકીએ જણાવ્યું હતું. જેથી સમગ્ર મામલો ગરમાયો હતો. આજે વાલીઓના હોબાળા અને અફરાતફરીને લઇ પોલીસે પણ તાત્કાલિક ત્યાં પહોંચી ભારે સંયમથી કામ લીધુ હતુ અને વાલીઓને ભારે સમજાવટ બાદ સમગ્ર મામલો થાળે પાડયો હતો. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleહવે ઉંચા GST સ્લેબથી વધુ કેટલીક વસ્તુઓ ટૂંકમાં દૂર થશે
Next articleવેરાવળ ખારવા સમાજના સમુહલગ્ન તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષના લોકાર્પણમાં મુખ્યમંત્રી હાજરી આપી