રાજ્યપાલએ સુરતનો હિરો કેતન ચોરવાડિયાના સંવેદનશીલ અને હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું

542

સુરતમાં સરથાણમાં તાજેતરમાં બનેલ આગની ગમખ્વાર દુર્ઘટના સમયે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવામાં સંવેદના અને સાહસ દાખવનાર કેતન ચોરવાડિયાનું આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. રાજ્યપાલએ કેતન ચોરવાડિયાના સંવેદનશીલ અને હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પુરું પાડે છે.

દૈનિકો અને અન્ય મિડીયામાં પ્રસિદ્ધ થયેલા સુરતની તાજેતરની આગ દુર્ઘટનાના સમાચારોમાં કેતન ચોરવાડિયાએ બનાવ ના સ્થળે જઇ બાળકોને બચાવવાની જે ખેવના અને તત્પરતા દાખવી હતી તેના સમાચાર જાણી રાજ્યપાલે ચોરવાડિયાને રૂબરૂ મળવાની અને સન્માન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Previous articleવેરાવળ ખારવા સમાજના સમુહલગ્ન તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષના લોકાર્પણમાં મુખ્યમંત્રી હાજરી આપી
Next articleઊંઝા APMCમાં આશા પટેલની વિકાસ પેનલની જીત