રાજુલા જાફરાબાદ પંથકના વિદ્યાર્થીઓ માટે લાંબા સમયથી સરકારી કોલેજની માંગણી હતી ત્યારે છેલ્લા ૭ વર્ષથી આ કોલેજ કાર્યરત થતા આધુનિક બિલ્ડિંગનું નિર્માણ થયું છે આ માટે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯ ૨૦ માટે પ્રવેશની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.આ બાબતે આચાર્ય ડો વિરલકુમાર શીલુએ જણાવ્યું હતું કે કોલેજનું સરકાર દ્વારા અત્યાધુનિક બિલ્ડિંગનું નિર્માણ થયું છે આગામી ૧૩ તારીખથી પ્રવેશ કાર્યવાહી શરુ થનાર છે તો દરેક વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો એ સરકારની આ કોલેજ માં આર્ટસ કોમર્સમાં પ્રવેશ મેળવી લેવા અનુરોધ કર્યો છે.