તળાજા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કામો ચાલી રહ્યા છે ત્યારે આજે બોરડા ગામે(ચેકડેમ) તળાવ ખાતે બાંધકામ ખાતાના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણ અને ગ્રામ પંચાયત ના સરપંચ, ઉપસરપંચ સભ્યો આગેવાનો મુલાકાત લીધી હતી અને સ્વામી વિવેકાનંદ મંડળ ના સભ્યો સાથે જોડાયેલા હતા અને વિધવા મહિલા ને મળતા પેન્શન યોજના હેઠળ તમામ મહિલા ના સ્થળ પર ફોર્મ ભર્યા હતા અને જે વિધવા મહિલા ના નામ બાકી હતા તેમને બોલાવી આધારકાડ ડોક્યુમેન્ટ બનાવીને તાત્કાલિક સહાય મળે અને કોઈ પણ વિધવા મહિલા સહાય થી વચિંત ના રહે તે માટે પુરા પ્રયાસ કરવામાં આવશે તેમ બાંધકામ ખાતાના ચેરમેન ગૌતમભાઈ ચૌહાણે ખાત્રી આપી હતી અને ગામ પંચાયત દ્વારા જે જરૂર પડે તે સ્થળ પર વ્યવસ્થા સરપંચ રાજુભાઈ દ્વારા કરવામાં આવી હતી અને સરપંચ દ્વારા રાહત કામ ચાલુ છે ત્યા પાણી ની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને સ્વામી વિવેકાનંદ યુવા મંડળ, સરપંચ અને ગૌતમભાઈ ચૌહાણ દ્વારા સ્થળ પર જ વિધવા મહિલા ને ફોર્મ મળી જવાથી અને રકમ મળી જવાની ખાત્રી મળવા થી વિધવા મહિલા ના ચહેરા પર ખુશી વ્યક્ત કરી હતી અને રાહત કામગીરી મા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સુચના આપી હતી કાળા તડકામાં પદાધિકારી ઓ એ રાહત કામગીરી ની મુલાકાત કરતા લોકો એ આનંદ વ્યક્ત કર્યો હતો.