જીએલએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા યોજાનાર એન્યુઅલ નેશનલ મેનેજમેન્ટ ફેસ્ટીવલમાં આ વર્ષે મિડીયા કન્વર્જન્સ એન્ડ મેનેજમેન્ટ થીમ ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.ર૯ અને ૩૦ જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવનું ઉદ્દઘાટન ઈ-કોમર્સ, શોપર માર્કેટીંગ, બ્રાન્ડેડ કમર્શિયલ, ડીજીટલ કન્ટેન્ટ અને મલ્ટીચેનલ એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે કામગીરી ધરાવતા બુચાનન ગ્રુપના સહમાલિક સંજીવ સિંઘાઈ અને ઓમ શાંતિ ઓમ, ફાલતુ, એબીસીડી જેવી ફલ્મોને કારણે જાણીતા બનેલા મુંબઈના પ્રોફેશનલ સ્ટોરી ટેલર, પટકથા, લેખક અને ગીતકાર મયુર પુરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વર્ષ ર૦૦રથી શરૂ થયેલ ઈમેજનો હવે ૧૬માં વર્ષમાં પ્રવેશ થયો છે. આ સમારંભમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને તેમની બિઝનેસની કુનેહ, ઉદ્યોગ સાહસિક્તા, કૌશલ્ય અને વ્યવસ્થાપન શક્તિ દર્શાવવા માટેનું પ્લેટફોર્મ હાંસલ થાય છે. દેશભરની ૩૦થી વધુ કોલેજોના યુજી-પીજી કોલેજોના રપ૦થી વધુ વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો. પ્રારંભના વર્ષોમાં એક ઈન્ટરકોલેજીયેટ સ્પર્ધાથી શરૂ થયેલો આ સમારંભ હવે નેશનલ ફેસ્ટીવલનું સ્થાન પ્રાપ્ત કરી ચુક્યો છે.
પુરીએ જણાવ્યું કે, છેલ્લા ૩૦ વર્ષમાં સમય બદલાયો છે. વર્તમાન સમયનો યુવાન સમય વેડફતો નથી. નોકરીઓની તકો પણ વધી છે અને પોતાની જાતે ઉદ્યોગ સાહસિક બનેલા યુવાનો આગળ આવી રહ્યાં છે. સમારંભના પ્રથમ દિવસે ઉદ્દઘાટન સમારંભ પછી રીયાલીટી બાઈટસ, પર્સનાલીટી એલિમિનેશન રાઉન્ડ, પ્લાન ડી એમ્પ્રેસા, ધ સેમી ફાઈનલ, લેટઝ બ્રાન્ડ, ફીલુમસોફી, આઉટમેનુવર જેવી સ્પર્ધાઓના એલિમિનેશન રાઉન્ડઝ યોજાયા હતા. જેમાં સ્ક્રિપ્ટનું નેરેશન, સિને સ્ટીમ્યુલસ, ફેસ ટુ ફેસ, એન એપ્ટીટ્યુડ ટેસ્ટ, એબાઉટ ટર્ન અને પબ્લિસાઈટ ક્રિટિકનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.