ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ સાથે જોડાયેલ ભાવનગર શહેર અને જિલ્લાનાં દસ શાળાના સ્કાઉટ ગાઇડ તેમજ પ્રવૃત્તિમાં રસ ધરાવતા ૯૦ બાળકો એ મનાલી ખાતે ટ્રેકીંગ એન્ડ નેચર સ્ટડી પ્રોગ્રામનો આનંદ માણ્યો હતો.
હિમાચલનાં મનાલી ખાતે ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ કેમ્પ દરમ્યાન વશિષ્ઠ આશ્રમ, જોગાણી વોટર ફોલ, મનુ મંદિર, હિડીંબા ટેમ્પલ, બિયાલ ટીયર વિગેરે જગ્યાએ ટ્રેકીંગ દ્વારા ભરપૂર કુદરતનો આનંદ માણેલ જ્યારે સ્કાઉટ ગાઇડને બિયાસ તાલા ખાતે બરફમાં રમવાનો આનંદ માણેલ અને રોવર રેન્જર ૧૨૦૦૦ ફુટ હાઇટ પર હાયર પોઇન્ટ પર ટ્રેકીંગનો આનંદ માણ્યો હતો. કેમ્પ દરમ્યાન રીવર ક્રોસીંગ, બરમા બ્રીસ, જીપ લાઇન, રીવર રાફટીંગ, રોક ક્લાઇબીંગ, હેપલીંગ જેવી એડવેન્ચર એકટીવીટીનો પણ આનંદ માણ્યો હતો. દિવસ દરમ્યાનનાં ટ્રેકીંગનો થાક દુર કરવા રાત્રે કેમ્પ ફાયરમાં બાળકો જોડાતા અને રાસ ગરબા નો આનંદ માણતા કેમ્પ લીડર તરીકે અજયભાઇ ભટ્ટ, ભાર્ગવભાઇ દવે, ભાનુબેન દુધરેજીયા, દર્શનાબેન ભટ્ટ તેમજ રોવર રેન્જર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.