રાજુલા પંથકમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી શાળાઓના કામો અધૂરા રહેતા ગ્રામજનોની રજુઆત થતા આગેવાનોએ શિક્ષણાધિકારી તેમજ ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલાના દેવપરા ગામમાં નવી પ્રાથમિક શાળા મંજુર થયેલી છે. પણ મસમોટા ખાડાઓ કરી કામ અધૂરૂં મુકી દેવાયું છે. આથી હાલમાં વેકેશન પણ ખુલી ગયું છે ત્યારે બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રામજનો વતી ગૌતમભાઇ ગુજરીયાએ હિરાભાઇ સોલંકીને રજુઆત કરેલ છે. આ બાબતે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીએ શિક્ષણાધિકારી અને કોન્ટ્રાક્ટરને રજુઆત કરતા જણાવ્યું હતું કે તાકીદે આ કામો શરૂ કરવા વિદ્યાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવા રજુઆત કરી છે ત્યારે તાકીદે યોગ્ય કરવા ગામના આગેવાન જયસુખભાઇ વાજાએ માંગણી કરી છે.