આજરોજ ઉમરાળા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એચ.આર.પઢીયાર તથા સ્ટાફનાં ભારતસિંહ વેગડ, હિતેશગીરી ગૌસ્વામી, દિલીપભાઇ ખાચર, યુવરાજસિંહ ગોહિલ, જગતસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ ગોહિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે ઉમરાળા પો.સ્ટે.ના ગુન્હામાં નાસતા-ફરતો આરોપી રંધોળા ચોકડી પાસે આવવાનો હોવાની માહિતી અનુસંધાને આરોપીની વોચમાં રહેતાં ઉમરાળા પોલીસ સ્ટેશનનાં ગુન્હાનાં કામે છેલ્લાં ઓગણીસ વર્ષથી નાસતો ફરતો આરોપી મુકેશ અમરશીભાઇ કેવડીયા (ઉ.વ.૪૦) ને ઝડપી લઇ ઉમરાળા પો.સ્ટે. લવાયો હતો.