સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ બચાવવા કામ કરી રહેલી સંસ્થા ગ્રીન પ્લેનેટ દ્વારા અમદાવાદ ખાતે ટ્રી સમિટ યોજાઇ હતી. આ સમારંભમાં ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા ૩૦૦ જેટલા પર્યાવરણ પ્રેમીઓએ હાજરી આપી પર્યાવરણ બચાવવા અંગે ચર્ચા વિચારણા ક્રી હતી. અને આગામી સમયમાં ગુજરાતમાં વધુને વધુ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધરાયું હતું. વધુમાં હાલમાં જે સરકાર દ્વારા આડેધડ વૃક્ષ છેદન થઇ રહ્યું છે તેને કેમ અટકાવવું તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ સમારંભમાં સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે જે શ્રેષ્ઠ કામગીરી બજાવી રહ્યા છે તેઓને વૃક્ષમિત્ર તરીકે નવાજવામાં આવ્યા હતા. આ દસ વૃક્ષમિત્ર માંથી ભાવનગરના ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠને પણ તેમની શ્રેષ્ઠ પર્યાવરણીય કામગીરી બદલ વૃક્ષમિત્ર તરીકે સન્માનવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગ્રીન પ્લેનેટ સંસ્થાના અહેમદ પઠાણ, મણીનગર સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીજી, ડા.અનિલ પટેલ, જીતુભાઇ પટેલ (ગ્રીન ગ્લોબલ એમ્બેસેડર) તથા અમદાવાદના સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે દેવેનભાઇ શેઠે પર્યાવણ વિશેના પોતાના પ્રવચનમાં વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષોના ઉછેર માટેની વિશેષ કાળજી ઉપર ભાર મુક્યો હતો.