રાજુલા જાફરાબાદ ખાંભા ખરીદ વેચાણ સંઘની પેનલ બિનહરીફ

581

રાજુલા જાફરાબાદ ખાંભા વેચાણ ખરીદ  સંઘની ૧૪ બેઠકો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે એકપણ ફોર્મ નહિ ભરાતા ભાજપ પ્રેરિત પેનલ વિજયી બની હતી.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા, જાફરાબાદ, ખાંભા ખરીદ વેચાણ સંઘમાં ૧૧ ખેતી વિષયક ૧ બિનખેતી વિષયક તેમજ ૨ વ્યક્તિગત સભાસદ મંડળ એમ મળી કુલ ૧૪ બેઠકો માટે આજરોજ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા દ્વારા ભાજપ પ્રેરીત પેનલના ફોર્મ ભર્યા હતા. જેની સોમ બપોરે ૩ વાગ્યા સુધીમાં એકપણ ફોર્મ રજુ નહી થતા ૧૪ સભ્યો બિનહરીફ થયા હતા. સહકારી ક્ષેત્રમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

૧૪ ડિરકટરોમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશ પટેલ સંઘના પ્રમુખ મનુભાઇ કસવાળા વિનુભાઇ રૈયાણી હરસુરભાઇ વાઘ, કેશુભાઇ વાયલુ, ચીથરભાઇ જીંજાળા, માન્સીયાભાઇ ડાભીયા, હરિભાઇ હિરપરા, જયસુખભાઇ પડસાલા, વિઠ્ઠલભાઇ દેવાની, અરજણભાઇ વાઘ, ભૂપેન્દ્રભાઇ વરૂ, ધીરૂભાઇ બાવળીયા તેમજ વિનુભાઇ તારપરાનો બિનહરીફ વિજય થયો છે.

Previous articleવિજ્ઞાનનગરીમાં બીજબોલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
Next articleવંશાવલી ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠક પાટણ ખાતે મળી