વંશાવલી ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠક પાટણ ખાતે મળી

890

વંશાવલી ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠક પાટણ ખાતે મળી હતી. જેમાં આગામી પ્રદેશ કારોબારીની બેઠક બાઢડા ખાતે તા.૦૮-૦૯-૧૯ રાખેલ છે. જેમાં સદ્દશ્યતા અભિયાન પૂર્ણ કરવા પ્રદેશ પ્રમુખ દ્વારા આદેશો કરાયાં.

વંશાવલી પ્રદેશ વિભાગની કારોબારીની બેઠક સિદ્ધપુર પાટણ ખાતે મળી જેમાં અગત્યના નિર્ણયો લેવાયા જેમાં આગામી તા.૦૮-૦૯૬-૧૯ર ના રોજ ગોદડીયા બાપુના આશ્રમે બારોટ સમાજનું ગૌરવ તેવા બ્રહ્મલીન ગુરૂવર્ય ભીખારામબાપુના સાનિધ્યમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાશે ત્યાં સુધીમાં બાકી રહેલ સદ્દશ્યતા અભિયાન પૂર્ણ કરવા પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ (બારોટ) દ્વારા આદેશ એ માટે કરાયા કે સમસ્ત વહિવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટેના કામો રાજ્ય સરકારમાંથી વહિવંચા બારોટ સમાજના ઉત્કર્ષ માટેના કામો રાજ્ય સરકારમાંથી વહિવંચા બારોટ સમાજને મળતા લાભો અટકેલ હોય તેને પૂર્ણ કરવા સદ્દશ્યતા અભિયાન પૂર્ણતાની આવશ્યકતા હોય તેમજ દરેક જિલ્લા તાલુકાની કારોબારી બનાવવાની હોય આ બાબતે ધર્મ જાગરણ રાષ્ટ્રીય સંસ્થાના ગુજરાત પ્રદેશ વિભાગીય અધિકારી કપિલભાઇ દવે દ્વારા બારોટમાં કેટલી તાકાત છે તે વિશે માર્ગદર્શન અપાયું તેમજ વંશાવલી પ્રદેશકારોબારી પાટણ કાતે બે સત્રમાં બેઠકની તમામ જહેમત યુવા કાર્યકર લક્ષ્મીકાંત બારોટે ઉઠાવેલ તેમજ સૌરાષ્ટ્રાના સાત જિલ્લાની જવાબદારી સોંપેલ તેવા અમરૂભાઇ બારોટ સાથે સાવરકુંડલા બારોટના સંત પ્રવિણનાથ બાપુ, સમાજના પ્રમુખ નટુભાઇ બારોટ, નંદાભાઇ બારોટ, પ્રતાપભાઇ બારોટ, મથુરભાઇ બારોટ, દિનેશભાઇ બારોટ, સહિતની માંગને સ્વીકારેલ આગામી તા.૦૮-૦૯ બાઢડા ખાતે પ્રદેશ કારોબારી બેઠકની મંજુરી અપાઇ જે સાવરકુંડલા બારોટ સમાજનો સહયોગ રહેશે. તેમજ આ બેઠકમાં ખજાનચી સતીષભાઇ બારોટ, કુંદનબેન બારોટ, રાજકોટ મયુર બારોટ, પ્રભાતસિંહ બારોટ વઢવાણ, દિનેશભાઇ બારોટ દિયોદરની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ દ્વારા અતિ મહત્વના ફોર્મ જે રાજ્યની દરેક શાળામાં બાળકોને પોતાની સાત પેઢી આવડતી હોવી જોઇએ તેવા ફોર્મનો પરિપત્રની જાણકારી અપાઇ જે પરિપત્રની આખરે સમસ્ત બારોટ પરિવારની જ જરૂરીયાત રહેશે. તેમજ બારોટ સમાજને લગતા જાતીના દાખલાનો પણ પરિપત્ર રાજ્ય સરકારની કાર્યવાહીની ચર્ચાઓ થઇ.

Previous articleરાજુલા જાફરાબાદ ખાંભા ખરીદ વેચાણ સંઘની પેનલ બિનહરીફ
Next articleનર્મદા સિમેન્ટ જાફરાબાદમાં પર્યાવરણ દિવસની ઉજવણી