તા.૩ જૂન થી ૭ જૂન દરમ્યાન પાંચ દિવસ અલ્ટ્રાટેક યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસમાં વિશ્વ પર્યાવરણ દિવસની સાથે અલ્ટ્રાટેક કોર્પોરેટ સસ્ટેઇનીબીલીટી ૨૦૧૯ની જુદા જુદા કાર્યક્રમો યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવા કે વૃક્ષારોપણ પ્લાન્ટમાં તથા આજુબાજુનાં વિસ્તારમાં ગામોમાં, ચિત્રસ્પર્ધા, પર્યાવરણને લગતી કવિતાઓ, ટુ વ્હીલર અને ફોર વ્હીલરનો ઓછો ઉપયોગ જેથી પ્રદુષણ ઓછું થાય. પર્યાવરણ બચાવો ઉપર નાટકો, દરિયા કિનારાની સફાઇ કાર્યક્રમ યોજાયા હતા. આ તમામ કાર્યક્રમો કંપનીના યુનિટ હેડ હંસરાજકપૂરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. આ દરેક કાર્યક્રમમાં કંપનીના યુનિટ હેડ હંસરાજકપૂર, ફંકશનલ હેડ પંકજ અગ્રવાલ, બાબુ રૈયલી, કંપનીના તમામ ડિપાર્ટમેન્ટના હેડ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા કંપનીના યુનિયનના પદાધિકારીઓ વિઠ્ઠલભાઇ સામટ, સુરેશભાઇ સાંખટ, ભાવિન સાંખટ, તથા અન્ય કામદાર ભાઇઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનીની લેડીઝ કલ્બના પ્રમુખ સાધનાકપૂર તથા એમના સભ્યો હાજર રહી ભાગ લીધો હતો.