સિહોરના મામલતદાર ઓફીસ સામે આવેલ સીતારામ ગેસ્ટ હાઉસ આખરે વિવાદમાં આવ્યું

783

સિહોરના સીતારામ ગેસ્ટહાઉસ અંગે ઘણીજ નાનીમોટી ફરિયાદો ઉભી થઈ હતી ત્યારે આ ગેસ્ટહાઉસ નીતિનિયમો નું યોગ્ય પાલન કરવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી

થોડા દિવસ પહેલા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મુકેશભાઈ જાની દ્વારા સીતારામ ગેસ્ટ હાઉસ ના ભોંયતળિયે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અચોક્કસ મુદત માટે ઉપવાસ માં ઉતરવાની ચીમકી ઉચ્ચારેલ આ અંગે શિહોર નગરપાલિકા તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી શિહોર સીતારામ ગેસ્ટ હાઉસ બિલ્ડિંગ બન્યું ત્યારથી ચોમાસામાં ભોંયતળીયે આવેલ દુકાન ધારકો પોતાની દુકાન પાણીમાં ડૂબમાં આવતી હોવાની ફરિયાદો કરેલ તેમજ આ કોમ્પલેક્ષમાં ભોંયતળિયા માં  કોઈપણ જાતની પાણી નિકાલની વ્યવસ્થા ન હોય જેથી આગામી સમયમાં ચોમાસુ માથે આવી રહ્યું છે ત્યારે શિહોર નગરપાલિકા ના વિપક્ષ નેતા વોર્ડ નંબર ૪ ના મુકેશભાઈ જાની તથા ઉષાબેન જાની ને આ કોમ્પ્લેક્સના દુકાનદારો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ આ રજુઆત અનુસંધાને વાત વ્યાજબી લાગતા આંદોલનના મંડાણ મંડાયા હતા ત્યારે દુકાનદારોએ પણ મુકેશભાઈ ને તથા ઉષાબેનને સાથ આપવાનું નક્કી કરી લડી લેવાના મૂડમાં આ આંદોલનના માર્ગે જોડાયા હતા તથા ઉપવાસમાં ઉતરવા પણ સમર્થન આપ્યું હતું ત્યારે આજરોજ નગરપાલિકા ચીફ ઓફિસર બરાળ, નગરપાલિકા ઓવરશીયર નિતીનભાઈ પંડ્‌યા વિજયભાઈ વ્યાસ આનંદભાઈ રાણા ,રાજુભાઇ સહિતનો કાફલો સીતારામ ગેસ્ટ હાઉસ ખાતે ધસી આવ્યો હતો અને સ્થળ તપાસ આદરી જે તે સમયે કોમ્પલેક્ષ બન્યો ત્યારે કોઈ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા નહીં કરવા બદલ નોટિસો પાઠવી હતી અને આ વ્યવસ્થા તાકીદે કરી કચેરીને જાણ કરવા જણાવ્યું હતું.

Previous articleરાહતદરે ચોપડાનું વિતરણ
Next articleભાવનગર આઇટીઆઇમાં ચાર દિવસથી પીવાનું પાણી નથી મળ્યું