સમગ્ર રાજ્યભરની સાથો સાથ આજથી ભાવનગર શહેર અને જિલ્લાભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા શાળાઓ શરૂ થવા પામી હતી અને બાળકો ઉત્તિર્ણ થયા બાદ હોંશે હોંશે નવા વર્ગમાં પહોંચ્યા હતા. જ્યાં લાંબા સમય બાદ એક-બીજા મિત્રો મળ્યા હોય વેકેશન દરમ્યાન માણેલી મજાની વાતો કરવા ઉપરાંત નવા સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. આમ લાંબા સમય બાદ ફરીથી શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી હતી. તસ્વીર : મનિષ ડાભી