ભાવનગર મહાપાલિકાને મહિપરીએજ યોજનાનું જે ૫૦ એમ.એલ.ડી. પાણી લેવામાં આવે છે. તેના બદલે પરિસ્થિતિને અનુલક્ષીને ૭૫ એમએલડી પાણી લેવા ચર્ચા માટે ૧૪ કોંગીના નગરસેવકો ની સહી સાથેની રેક્વીઝેશન બેઠકના નેતા જયદિપસિંહ ગોહિલે માંગ ઉઠાવતા બેઠક આજે મેયર મનભા મોરીના પ્રમુખપદે મળેલ જે બેઠકમાં પીવાના પાણી પ્રશ્ને સભ્યોની વિગતે રજુઆતો સાંભળીને તેના ઉકેલો કરવા પ્રયાસ કરવા રસ્તો કાઢવાની મેયરની સહાનુભૂતિ પરંતુ સભાગ્રહમાં વારંવાર રજુઆતોમાં બીન જરૂરી વિવાદો સર્જાય તેવી બાબતો ઉભી થતા મેયરે રજુઆતના અંતે વિપક્ષની આવી રજુઆત મુદ્દે યોગ્ય કાર્યવાહી થશે. તેવી વાત કરી સભામાં વધુ ઉગ્રતા વધે તે પહેલા રેક્વીઝેશનની દરખાસ્ત ફગાવી દઇ સભા પૂરી કરી દિધી હતી.
રેક્વીઝેશન બેઠકની રજુઆતમાં ભરત બૂધેલીયા એ પ્રથમ એવી વાત કિધી હતી કે પાણી સ્થિતિ સો ટકા સારી છે. ૭૫ની અમારી માંગણી સ્વાકારો શેત્રુજીમાં પણ બે મહિના ચાલે તેયાચલો પાણી પુરવઠો છે.
બુધલીયાની આવી રજુઆતને ક્રોસ કરતાં વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલે એવી ટકોર કરી કે તમારા વોર્ડમાં સારૂ હોય તો અમને પણ આવું ગોઠવી દ્યો. જયદિપસિંહે ઉગ્રતાથી કર્યું કે લોકો જનતાને અવાજ છે કે અમરા ઘરે જ પાણી નથી આવતું. પાણી નથી આવતું તેને લોકોનું આ સોંગદનામું છે. મેયર વાંચો ેતમજ એમ કહીને તેમણે સોગંદનામું રજૂ કર્યું હતું. ભાજપના નેતા પરેશ પંડ્યાએ એવી વાત કરીકે ૭૫ એમએલડી પાણીનો મુદ્દો છે. આમાં અન્ય બાબત ક્યાંથી આવી.
મેયરે જયદિપસિંહને એવી ટકોર મારી કે પાણી પ્રશ્ને અધિકારીઓએ તમામ સાથે આગલા દિવસે ચર્ચા કરી જ છે. અને વિગત જાણીએ છીએ એ સિવાયની વાત કરો. ઉગ્રતાથી જયદિપસિંહે એવી વાત કરી કે દેવમોરારી અમને તમે ખોટા નો પાડો, મારી પાસે રિકોર્ડીંગ કરેલું છે.
અભયસિંહ ચૌહાણે આ વાતમાં એવી ટકોર કરી ેક પેલુ રેકોર્ડીંગ કયું છે. કે નહીં. જયદિપસિંહ ગોહિલે એમ કહ્યું કે તંત્ર અમને ખોટા પાડે છે. રાજીનામું આપી ેદવ પણ બુધેલીયાએ કહ્યું કે બીજીવાર કહું છું કે પાણીની એવી હરકત નથી સાચું કવૈાની મારી તાકાત છે. પારૂલ ત્રિવેદી એ પીવાના પાણીની સમસ્યાનું વિગતથી વર્ણન કર્યું હતું. તંત્રમાં સંકલન જેવું કઇ નથીની વાત કરી. માયાબાએ અને રામુબેને પાણીની વેદના (વ્યક્ત કરતી વાત કિધી) ગીતાબેન મેર, ઇકબાલ આરબે પણ કરચલીયા પરા, જમનાકુંડ વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલીની બાબત કિધી તેમણે ગંદા પાણીની વિગત પઅણ જણાવી. કોંગીના અરવિંદ પરમારે પાંચ ડેરી જો ચાલુ હોય તો રાજીનામું બાપુની ઉતાવળે વાત કિધી અને મેયર સહિતના સભ્યોએ રાજીનામું લેવા આગ્રહ રાખ્યો હતો. પરંતુ પરમારે કિધેલા શવદો પાછા ખેેંચવાની વાત કરતા મામલે થાળે પાડ્યો હતો.
ડી.ડી.ગોહિલે પાણી મુદ્દે રજુઆત કરતા વિપક્ષના મહિલાઓ એ રોષ ભરાય ્ડીડીને બોલતા બંધ કરવા દેકારો મચાવ્યો હતો. ધીરૂભાઇ ધામેલીયા, રાજુ પંડ્યા, અને રાજ પંડ્યા, વચ્ચે પડતા મામલો થાળે પડ્યા હતા. પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા એ પણ પાણી પ્રશ્ને ચર્ચા વિચારણામાં ભાગ લેતા ભરતભાઇએ કિધું કે પાણી પરિસ્થિતિ સારી છે. પાણીમાં ગંદુ પાણી ભલી જાય છે. આવી ફરિયાદો હોય તો આ માટે એક કમિટી નીમીને માંગ ઉઠાવેલ પાણીનો જાજો પ્રશ્ન કિમેનનો છે. તેમ ઘનશ્યામભાઇ ચુડાસમાએ વાત કરી.
સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેશનની કામગીરીનાં જાણકાર અભયસિંહ ચૌહાણે પાણી મુદ્દે બોર્ડની અનેક વિધ ચર્ચાનો સવિસ્તાર એમ જણાવ્યું હતું. કોર્પોરેશનને પાણી પ્રશ્ને સારી એવી સિદ્ધી હાંસલ કરી છે. કોર્પોરેશનને લોકોની પ્રાથમિકતા પીવાના પાણી માટેની અનેકવિધ સુવિધાઓ ઉભી કરી છે. નવા ફિલ્ટરેશન પ્લાન્ટો પણ બનાવ્યા છે. નવા પાંચ ગામોને પાણી અપાયું છે. આમાં બધાના સામુહિક પ્રયાસો આવકાર દાયક ગણાવીને બધાએ સાથે મળીને શહેરની સુખાકારી વિકાસનાં કામોમાં સહયોગ આપવા આહ્વાન કરી બધાના સહકારથી શક્ય બની રહ્યાની વાત કરી ૯૫ થી ભાજપના શાસનને બિરદાવી વિકાસની તે જ ગતિની ભારે પ્રશંસાઓ કરતા વિપક્ષે આવી સારી વાત સામે હોબાળો ઉભો કરતા ઘડીભર સભાની કામગીરીમાં રૂકાવટ જેવી સ્થિતિ ઉભી થયેલ પરંતુ મેયરે સમય સંજોગો જોઇને વિપક્ષની રેક્વીઝેશન બેઠકની દરખાસ્ત ફગાવી દઇ બોર્ડ બેઠક પૂરી કરી દીધી હતી.