પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે.
આ વખતે પાકિસ્તાને ભારત સામેની ૧૬ જૂને રમાનારી વર્લ્ડકપની મેચની એક એડમાં ભારતીય વાયુસેનાના પાયલોટ વિગં કમાન્ડર અભિનંદન વર્થમાનનો ઉલ્લેખ કર્યો છે.
પાકમાં પણ ભારતની જેમ વર્લ્ડકપમાં બે દેશો વચ્ચેના મુકાબલાનો ચાહકોને ઈંતેજાર છે ત્યારે સોશ્યલ મીડિયામાં પાકની એક જાહેરખબર વાયરલ થઈ રહી છે.
જેમાં વિંગ કમાન્ડર અભિનંદન જેવા દેખાતા એક એક્ટરને વિંગ કમાન્ડર અભિનંદનની જેમ ચા પીતો દર્શાવાયા છે.
આ એકટરને પૂછવામાં આવે છે કે, પાક ટીમની ટીમ ઈન્ડિયા સામે સ્ટ્રેટજી શું હશે અને તે અભિનંદનની જેમ જવાબ આપે છે કે, સોરી, આ એમ નોટ સપોઝડ ટુ ટેલ ધીસ…
જોકે, અભિનંદને તો બહુ શાંત અને સ્વાભાવિક રીતે જવાબો આપ્યો હતા પણ અભિનંદની મજાક ઉડાવવા માટે એડ બનાવાઈ હોય તેમ અભિનંદન જેવો દેખાતો એક્ટર બહુ ભયભીત હોય તેવા હાવભાવ સાથે જવાબ આપી રહેલો દેખાય છે.
બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના વિમાનો ભારતીય સરહદમાં ઘુસી આવ્યા ત્યારે મિગ ૨૧ના પાયલોટ અભિનંદને પાકનુ એક એફ ૧૬ તોડી પાડ્યુ હતુ. જોકે, એ દરમિયાન અભિનંદનનુ વિમાન તુટી પડતા તેમને પાક સેનાએ અટકાયતમાં લઈ લીધા હતા.