ભારતની સૌથી વિશાળ સ્ટુડન્ટ હાઉસિંગ બ્રાન્ડ સ્ટાન્ઝા લિવિંગે વડોદરામાં ૧૫૦૦ બેડ્સ લોન્ચ કરવા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યાની જાહેરાત કરી હતી. સ્ટાન્ઝા લિવિંગની વિશ્વ કક્ષાની હોસ્ટેલો રાજ્યની લોકપ્રિય શૈક્ષણિક સંસ્થાઓ વાઘોડિયા રોડ અને આજવા રોડમાં સ્થિત છે. સ્ટાન્ઝા લિવિંગ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે ૫ હોસ્ટેલ પૂરી પાડશે. કંપની પાસે ભારતનાં ૧૦ શહેરમાં ૨૨,૦૦૦ બેડ્સની ઈન્વેન્ટરીતે ૨૦૨૧ સુધીમાંકુલએકલાખપથારીલોન્ચકરવાનોછે. આ લોન્ચ વિશે બોલતાં સ્ટાન્ઝા લિવિંગના સહ- સ્થાપક અનિંદ્ય દત્તાએ જણાવ્યું હતું કે દર વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે હિજરત કરતા લાખ્ખો વિદ્યાર્થીઓએ અસંગઠિત પીજી અને હોસ્ટેલ્સ સાથે નબળી ગુણવત્તાના ઈન્ફ્રાસ્ટ્રકચર અને સેવાઓ સાથે સમાયોજિત થવું પડતું હોય છે. અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે અમારાં વિશ્વ કક્ષાનાં ઘરો અને સુવિધાઓ થકી તેમના રહેવાના અનુભવની નવેસરથી કલ્પના કરવાનું છે. અમે આગામી મહિનાઓમાં રાજ્યમાં મજબૂત વિસ્તરણ કરવા માગીએ છીએ. અમારું લક્ષ્ય ૨૦૨૧ સુધી ભારતભરમાં ૧ લાખ બેડ્સ ઈન્વેન્ટરી સુધી વૃદ્ધિ પામવાનું છે.
સુવિધાઓ વિશે બોલતાં સ્ટાન્ઝા લિવિંગના સહ- સ્થાપક સંદીપ દાલમિયાએ જણાવ્યું હતું કે અમારાં ઘરો વિદ્યાર્થી સમુદાય આરામ કરી શકે, શીખી શકે અને એકત્ર વૃદ્ધિ કરી શકે તેવા વાતાવરણની ખાતરી રાખતા વ્યાવસાયિક તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવે છે. આ સાથે અમારી પાસે ટેકનોલોજી નિવારણો છે, જેમાં સ્ટાન્ઝા રેસિડેન્ટ અપનો સમાવેશ થાય છે, જે દરેક વિદ્યાર્થીઓને અમારી ટીમ સાથે જોડી રાખે છે અને એક ક્લિક પર અમારી ખાસ બ્રાન્ડ ઓફર્સ પણ માણી શકે છે.
ઉચ્ચ શિક્ષણ માટે હિજરત એ મહત્ત્વપૂર્ણ નિર્ણય હોય છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાનો મુકામ શોધવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં કોલેજિયન વિદ્યાર્થીઓ નોન- સ્ટાન્ડર્ડાઈઝ્ડ પ્રાઈવેટ મુકામ પર આધાર રાખે છે. ભારતની સૌથી વિશાળ સ્ટુડન્ટ હાઉસિંગ કંપની સ્ટાન્ઝા લિવિંગના પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ તેમને રહેવા અને વૃદ્ધિ કરવા માટે આરામદાયક વાતાવરણ આપતી પ્રોફેશનલ હોસ્ટેલ્સ હવે અપનાવી શકે છે.
દરેક સ્ટાન્ઝા લિવિંગ મુકામ સુંદર રીતે ડિઝાઈન કરાયા છે, ઈન્ટરએક્ટિવ એન્ટરટેઈનમેન્ટ અને કોમ્યુનિટી એરિયાઝ સાથે સંપૂર્ણ ફર્નિશ્ડ રૂમ્સનો સમાવેશ રહેશે. અહીં વિદ્યાર્થીઓ બહેતર રહેવાના અનુભવ માટે પોષક પ્રાદેશિક ભોજનનો શેફ દ્વારા તૈયાર કરાયેલો મેનુ, પ્રોફેશનલ હાઉસકીપિંગ સેવાઓ, ફાઈવ- સ્ટાર લોન્ડ્રી સુવિધા, હાઈ- સ્પીડ વાયફાય અને ૨૩ટ ૭ હાઈ-ટેક સિક્યુરિટી ઈકોસિસ્ટમ સહિત વિશ્વ કક્ષાની સુવિધાઓની શ્રેણી માણી શકે છે.