ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩લોકોનાં મોત નીપજ્યાં

514

ખેડા-અમાદવાદ બાયપાસ રોડ પર આવેલા માતર ચોકડી નજીક ટ્રકની ઓવરટેક કરવા જતા એક ઈકો કાર ધડાકાભેર અથડાતા ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં દુબાઈથી ખંડાત આવતા એક પટેલ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે પુત્રવધુ અને દીકરી સહિત કાર ચાલકનો આબાદ વચાવ થયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ખંભાત ચોક બજાર ખાતે સેવંતીલાલ પટેલ (ઉ.વ. ૬૫) પોતાના પરિવાર સાથે રહે છે. મંગળવારે સવારે સેવંતીલાલ પટેલ, તેમના પત્ની અંજનાબેન પટેલ (ઉં.વ. ૬૦), પુત્ર હિમાંશુભાઈ (ઉં.વ.૪૦) તેમના પત્ની અને દીકરી દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યાં ખંભાતના એક રહીશ ઈકોગાડી નં. ય્ત્ન-૨૩ એએન ૫૫૭૬ લઈ અમદાવાદ એરપોર્ટ લેવા ગયા હતા. તે ખંભાતના પરિવારને ગાડીમાં બેસાડી ખંભાત જવા રવાના થયા હતા. દરમિયાન ખેડા-અમદાવાદ રોડ પર માતર ચોકડી નજીક પાસે ટ્રકને ઓવરટેક કરવા જતા ટ્રક નં, જીજે-૧ એયુ ૪૬૧૩ સાથે ટકરાતા ઈકો ગાડીનો બુકડો બોલી ગયો હતો અને ઘટનાસ્થળે ગંભીર રીતે ઘવાયેલા સેવંતીલાલ પટેલ, હિમાંશુ પટેલ, અંજનાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રવધુ, દીકરી અને કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

Previous articleઅમદાવાદના એલિસબ્રિજ પરથી મૃતદેહના સળગેલા અવશેષો મળી આવતા હાહાકાર
Next articleભાનુશાળીની હત્યામાં વપરાયેલી બાઇક સ્વામિનારાયણ મંદિર સામેથી લવાઇ હતી