ગાંધીનગર જિલ્લામાં ધોરણ-૧માં ૧૩,૨૮૭ અને ધોરણ-૯માં ૧૪,૩૮૧ બાળકો પ્રવેશ મેળવશે

692

સમગ્ર રાજયમાં તા. ૧૩ થી ૧૫, જૂન, ૨૦૧૯ દરમ્યાન ગ્રામ્ય અને શહેરી કક્ષાનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. ગાંધીનગર જિલ્લામાં આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન ધોરણ-૧ માં ૧૩,૨૮૭ જેટલા બાળકોની પ્રવેશવિધી સંપન્ન થશે. તેમજ ધોરણ-૯માં અંદાજીત ૧૪,૩૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન  ૩ – પદાધિકારીઓ, ૨૪ સનદી અધિકારીઓ (આઇ.એ.એસ-આઇ.પી.એસ) અને જિલ્લા કક્ષાના ૮૪ અધિકારીઓના હસ્તે વિવિધ શાળાના બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં આગામી તા. ૧૩ અને ૧૪મી જૂન, ૨૦૧૯ના રોજ ગ્રામ્ય કક્ષાનો અને તા. ૧૫મી જૂન, ૨૦૧૯ના રોજ શહેરી કક્ષાનો શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે.  આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં ધોરણ- ૧માં  ગ્રામ્ય કક્ષાએ ૧૨,૩૭૬ તથા શહેરી કક્ષાએ ૯૧૧ મળી કુલ- ૧૩૨૮૭ બાળકો પ્રવેશ મેળવશે. જેમાં દહેગામમાં- ૩૩૮૩, ગાંધીનગરમાં ૩૯૮૦, કલોલમાં ૩૦૬૧અને માણસા તાલુકામાં ૧૯૫૨ બાળકો પ્રવેશ મેળવશે. ગાંધીનગર શહેરમાં ૯૧૧ બાળકો પ્રવેશ મેળવશે. તે ઉપરાંત ધારેણ-૯માં દહેગામ તાલુકામાં ૨૪૩૯, કલોલ તાલુકામાં ૩૩૯૬, દહેગામ તાલુકામાં ૪૧૯૬અને ગાંધીનગર તાલુકામાં ૪૩૫૦ બાળકોની પ્રવેશવિધી સંપન્ન થશે. આ કાર્યક્રમના સુચારુઆયોજન માટે કુલ- ૮૪ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

રાજયભરમાં આગામી તા. ૧૩ થી ૧૫ મી જૂન દરમ્યાન યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જ્લ્લિાના ગાંધીનગર તાલુકામાં રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ  નરહરિભાઇ અમીન, ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડના અધ્યક્ષ કુશળસિંહ પઢેરિયાઅને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મતી રીટાબેન પટેલ શાળાના બાળકોની પ્રવેશવિધી સંપન્ન કરાવવા માટે ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત ગાંધીનગર તાલુકામાં રાજયના મુખ્ય સચિવ  ર્ડા. જે.એન.સિંધ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ના અધિક મુખ્ય સચિવ  પૂનમચંદ પરમાર, આઇ. એન.ટીના એસ.પી   ભગીરથ ગઢવી, કોસ્ટલ સિક્યોરીટીના એસ.પી.  કિશોર બલોલિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ  મનોજ અગ્રવાલ, સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ મતી સંગીતા સિંગ, ધોલેરા-માંડલ- બેચરાજી સરના ચીફ એક્ઝક્યુટિવ જયપ્રકાશ શિવહરે, ડી.આઇ.જી.પી. એસસીઆરબી ના  અર્ચના શિવહરે (આઇ.પી.એસ), અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ કમલકુમાર દયાની, ગાંધીનગર જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ અને જી.સી.ઇ.આર.ટી ના એડીશનલ ડાયરેકટર ર્ડા. ટી.એસ. જોષીના હસ્તે ગાંધીનગર તાલુકાના બાળકોની પ્રવેશ વિધી સંપન્ન કરવામાં આવનાર છે.

કલોલ તાલુકામાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મતી અંજુ શર્મા, સામાન્ય વહીવટી વિભાગના અગ્ર સચિવ  ચંદ્વા વળુ સોમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ  ધનજંય દ્રિવેદી, અને સી.આઇ.ડી. ઇન્ટલિજીન્સના એસ.પી.  વિશાલકુમાર વાધેલાના હસ્તે બાળકોની પ્રવેશ વિધી સંપન્ન કરાશે. માણસા તાલુકામાં ડી.જી.પી. કચેરીના સ્ટાફ ઓફિસર મતી સુજાતા મજમુદાર, વન વિભાગના આઇ.એફ.એસ  ર્ડા. દિનેશકુમાર શર્મા, પોલીસ વિભાગના લો એન્ડ ઓર્ડરના અધિકારી એન.એન. કોમર (આઇ.પી.એસ.) અને દહેગામ તાલુકામાં અમદાવાદ સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) જે.આર. મોથલિયા, ઇન્ટેલિજીન્સ-૨ના આઇ.જી.પી. આર. બી. બ્રહ્મભટ્ટ, રક્ષા શક્તિ યુનિવર્સીટીના નાયબ નિયામક વિકાસ સહાય, ગુજરાત રાજય વેર હાઉસીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર  સંજય નંદનના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી બનશે.

Previous articleજિલ્લામાં ૧૪૦ તળાવો ઊંડાં કરાતાં ૧૨૦૦MLD પાણીનો સંગ્રહ થશે
Next articleપત્રકારને તરત મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ