તીવ્ર ગરમી વચ્ચે સ્લીપર કોચમાં મુસાફરી કરતા ૪ પ્રવાસીના મોત

480

દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ભીષણ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ગરમીના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિતના કેટલાક ભાગોમાં તો પારો ૫૦ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે. ગરમીના કારણે લોકો બેહાલ થયેલા છે. હવે ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોની હાલત પણ કફોડી બની ગઇ છે. ટ્રેનના સ્લીપર કોચમાં મુસાફરી કરી રહેલા લોકો ભારે પરેશાન દેખાઇ રહ્યા છે. ગરમીના કારણે આગરા અને ઝાંસી વચ્ચે દોડતી કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા  ચાર યાત્રીઓના મોત થયા છે.

આટ્રેન નિજામુદ્દીનથી ત્રિવેન્દ્રમ તરફ જઇ રહી હતી. આગરાથી ટ્રેન નિકળી ગયા બાદ ટ્રેનને વચ્ચે વચ્ચે રોકી દેવામાં આવી હતી. જેના કારણે ભીષણથી પાંચ યાત્રીઓની હાલત બગડી ગઇ હતી. જે પૈકી ચાર યાત્રીઓના મોત થઇ ગયા છે. ટ્રેનમાં યાત્રીઓના મોતના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો.

મૃતદેહોને ઝાંસી રેલવે સ્ટેશન પર ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી. ટ્રેનમાં યાત્રીઓના મોત મામલે રેલવે વહીવટીતંત્ર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ ઉત્તર-મધ્ય રેલવેના પીઆરઓ મનોજ કુમાર સિંહાએ કહ્યુ છે કે ટ્રેનો કેટલાક કારણોસર લેટ થઇ જાય છે. જો કે આ યાત્રીઓની હાલત પહેલાથી જ ખરાબ હતી. એમ કહેવામાં આવી રહ્યુ છે કે દસ દિવસ પહેલા ૬૮ યાત્રીઓની ટુકડી તમિળનાડુથી વારાણસી ફરવા માટે આવી હતી. વારાણસી બાદ આ લોકો આગરા પહોંચી ગયા હતા. અહીં ફર્યા બાદ આ તમામ લોકો વાપસી કરી રહ્યા હતા. તમામ યાત્રીઓ આગરા કેન્ટથી કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે બેઠા હતા. તેઓ સ્લીપર કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. એમ કહેવામાં આવે છે કે આગરાથી   ઝાંસી વચ્ચે ભીષણ ગરમી વચ્ચે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. જેથી હાલત કફોડી બની હતી. જેના કારણે પાંચ યાત્રીઓની હાલત બગડવા લાગી ગઇ હતી. ટ્રેન અધવચ્ચે હોવાના કારણે તેમને સમયસર સારવાર મળી શકી ન હતી. તમામની ઓળખ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. દિલ્હીમાં પારો ૪૮ સુધી પહોંચી ગયો છે.  રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં હજુ સુધીના ઇતિહાસમાં સૌથી ગરમ દિવસ  ગઇકાલે રહ્યો હતો. દિલ્હીના પાલમ વિસ્તારમાં તાપમાન ૪૮ ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના પાલનમાં અગાઉ ૯મી જૂન ૨૦૧૪ના દિવસે પારો ૪૭.૮ સુધી પહોંચ્યો હતો. દિલ્હી ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ પારો ખુબ ઉંચે પહોંચી ગયો છે. રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિલ્હીમાં સોમવારે ૪૮ ડિગ્રી પર પારો પહોંચ્યો હતો પરંતુ રાજસ્થાનના ચુરુ શહેરમાં પારો ૫૦ સુધી નોંધાઈ રહ્યો છે. ચુરુમાં સૌથી વધારે ગરમી દેશભરમાં નોંધાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી અહીં પારો ૫૦થી ઉપર પહોંચી ગયો છે. મોટાભાગના લોકોએ ગરમીથી બચવા માટે ગરમી મુજબ જ કામના કલાકો પણ નક્કી કરી લીધા છે. આજે પણ ચુરુમાં પારો ૫૦.૩ ડિગ્રી રહ્યો હતો. ભીષણ ગરમી અને લૂના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. દિલ્હીમાં પ્રિ મોનસુનની અસર દેખાઈ રહી નથી. હળવા વરસાદથી પણ રાહત મળી શકે છે  હવામાન વિભાગના કહેવા મુજબ આ મહિનામાં હજુ સુધી ૭.૯ મીમી વરસાદ થઇ જવાની જરૂર હતી પરંતુ વરસાદ નોંધાયો નથી. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પણ આવી જ હાલત છે. દેશમાં ૪૦થી વધુના મોત થઇ ચુક્યા છે.ગરમીથી બચવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પ્રી મોનસુનના હળવા ઝાપટા પડવના કારણે હવે ગરમીથી લોકોને આજે સવારે રાહત થઇ હતી. જો કે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના જુદા જુદા રાજ્યોમાં હાલમાં ગરમીથી કોઇ રાહત નહીં મળવાની શક્યતા છે.

Previous articleપત્રકારને તરત મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ
Next articleબંગાળને ગુજરાત બનવા નહીં દેવાય : મમતા બેનર્જીનો દાવો